બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
બાગાયતી સાહાય યોજનાઓ

બાગાયતી સાહાય યોજનાઓ

ફળ પાકોનું નવું વાવેતર

આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમીનમાં ૦-૨૦ હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ ૪-૦૦ હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્‍યાને લઇ ૭૫ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૨૨,૫૦૦/- ની મર્યાદામાં ત્રણ હપ્‍તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા તથા ત્રીજા વર્ષે ૯૦ ટકા જીવંત છોડ ઉપર સહાય મળવાપાત્ર થશે. જ્યારે વર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્‍યાને લઇ ૫૦ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૧૫૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. આ સહાય ત્રણ હપ્‍તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે ચુકવવાની રહેશે, વર્ષાયુ પાક જેવા કે કેળ તથા પપૈયા માટે બીજા અને ત્રીજા વર્ષની સહાય મેળવવા માટે જે તે લાભાર્થી ધ્‍વારા પ્રથમ વર્ષે ચુકવેલ સહાય હેઠળના વાવેતરની જમીનમાં ફરીની નવુ વાવેતર કરી કેસ પેપર/ દરખાસ્‍તો તૈયાર કરવાની રહેશે.

વધુ માહિતી

સુગંધિત તથા ઔષધિય પાકોના વાવેતર

રાજયમાં વાવેતર થતા તેમજ વાવેતરની શકયતા ધરાવતા તમામ ઔષધિય અને સુગંધિત પાકો નુ ખેડૂતે પોતાની જમીનમાં નવુ વાવેતર કરેલ હોય તેઓને ઔષધિય/સુગંધિત પાકો માટે પ્રતિ હેકટરે થતાઅંદાજીત રૂ-૧૫,૦૦૦/- ના ખેતી ખર્ચને ઘ્યાને લઈ ખરેખર ખેતી ખર્ચના ૭૫% કે હેકટર દીઠ રૂ-.૧૧,ર૫૦ સુધી ૦-ર૦ હેકટર થી ૪-૦૦ હેકટરના વાવેતરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે.

ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ

ખર્ચના ૫૦ ટકા અથવા ` ૨.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે. વ્યક્તિ, ખેડુત, ઉત્પાદક ખેડુત જૂથ, સહકારી સંસ્થા કે કોર્પોરેટ સેકટરને યોજનાનો લાભ મળવાપત્ર રહેશે. બોઇલર, ડ્રાયર, ડ્ર્મ, મિક્ક્ષર, પલ્પર, પેકીંગ મશીન વિગેરે સાધનો ખરીદવાના રહેશે.

વધુ માહિતી

શાકભાજી પાકોમાં વાવેતર માટે

રાજયના અનુચુચિત જાતિના ખેડુતો ફળ અને શાકભાજીના પાકોના સારી ગુણવત્તાવાળા હાઇબ્રીડ બિયારણનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત વધારે ઉત્પાદન મેળવી આવકમાં વધારો કરી શકે તે હેતુ માટે ફળ-શાકભાજીના હાઇબ્રીડ બિયારણની ખરીદીમાં અનુચુચિત જાતિના ખેડુતોને ખર્ચના ૭૫% કે હેકટરે રૂ. ૭૫૦૦/- સુધીની ૦.૧૦ થી ૨ (બે) હેકટર સુધી સહાય આપવામાં આવે છે .

કાચામંડપ, ટામેટા/મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ

સામાન્ય ખેડૂતોને ૫૦% અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ૭૫% અને આદિમ તથા દેવી પૂજક ખેડુતોને- ૯૦% મુજબ સહાય. અંદાજીત એકમ ખર્ચ રૂ.૫૨૦૦૦/હેકટર

વધુ માહિતી

મસાલા પાકોના વાવેતર માટે

મસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ)

યુનિટ કોસ્ટ- રૂ.૦.૩૦ લાખ / હે. ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૧૨,૦૦૦/હે. બીજ નિગમ બાગાયત નિયામકશ્રીના પરામર્શમાં રહીને બિયારણની ખરીદી કરી તેઓના અધિકૃત વિક્રેતા મારફતે લાભાર્થી ખેડૂતોને વિતરણ કરવાનું રહેશે. રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય.

બહુવર્ષાયુ મસાલા પાકો (તજ, લવિંગ, પીપર, જાયફળ)

વધુ માહિતી

જુની વાડીનું નવીનીકરણ

જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે

યુનિટ કોસ્ટ- રૂ.૦.૪૦ લાખ / હે. ખર્ચના ૫૦%, મહત્તમ રૂ.૨૦૦૦૦/હે લાભાર્થી દીઠ ર હેકટરની મર્યાદામાં. બિન ઉપજાઉ બગીચાઓનું નવીનીકરણ કરવાનું રહેશે, રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય.

રક્ષિત ખેતી કરવા મા મળતી સહાય

પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે

રૂ.૧૦૬૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૫૦૦ ચો.મી. સુધી) રૂ.૯૩૫/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૫૦૧ થી ૧૦૦૮ ચો.મી. સુધી) રૂ.૮૯૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૧૦૦૯ થી ૨૦૮૦ ચો.મી. સુધી) રૂ.૮૪૪/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૨૦૮૧ થી ૪૦૦૦ ચો.મી. સુધી) પહાડી વિસ્તાર માટે ઉપરોક્ત ખર્ચના ૧૫ ટકા વધુ ખર્ચ ગણવાનો રહેશે..

પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-લાકડાના સ્ટ્રક્ચર માટે

રૂ.૫૪૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ રૂ.૬૨૧/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ પહાડી વિસ્તાર માટે.

વધુ માહિતી
Go to Navigation