બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
અમારા વિષે

ધ્યેય

 • ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦માં ગ્રામ્ય વસ્તીની જેમાં સાધનોની ખામીથી ગરીબ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. તેની જીવનની ગુણવત્તામાં તેમની રોજગારીની તકો વધારી અને આવક વધારીને સુધારો કરવાની કલ્પના છે. ભૂતકાળમાં અન્નના ઉત્પાદનમાં વધારો કરવા તરફી કે ઉત્પાદનલક્ષી પ્રયત્નો હતા તેનાથી વિપરીત ઉદારીકરણ અને વૈશ્વીકરણના સંદર્ભમાં કૃષિ પ્રક્રિયા અને કૃષિ વેપાર મારફતે મૂલ્ય વૃદ્ધિ અને માંગ આધારિત કૃષિ તરફી નવો ઝોક રહેશે
 • તાજેતરના દર્શકોમાં ગુજરાતના અર્થતંત્રમાં માળખાકીય રૂપાંતર થયેલ છે. રાજય ધરેલુ ઉત્પાદનમાં પ્રાથમિક ક્ષેત્રોનો હિસ્સો ૧૯૭૧માં ૪૮ હતો તે ધટીને ૧૯૯૧માં ૨૭ થયો. સમગ્ર ભારતમાં તે ૪૬ થી ધટીને ૩૩ થયો. આ જ સમયગાળા દરમિયાન પ્રાથમિક ક્ષેત્રોમાં કાર્યબોજની ટકાવારી ગુજરાતાં ૬૫ થી ધટીને ૫૬ થઈ અને સમગ્ર ભારતના સ્તરે ૭૩ થી ધટીને ૬૭ થઈ. આમ સમગ્રપણે ગુજરાતમાં ભારતની સમખામણીએ રૂપાંતર પ્રકિયા વધુ ઝડપી હતી. દેશની સરખામણીએ ગુજરાતમાં કૃષિક્ષેત્રેનું એકંદરે કદ વધ્યું છે. તેમાં શકા નથી પરંતુ મોટાભાગનું માનવબળ કૃષિ પર આધાર રાખે છએ જો કે રાજય ધરેલુ ઉત્પાદનમાં તેનો હિસ્સો પ્રમાણમાં ધટયો છે.
 • ગુજરાતે આર્થિક વુધ્ધિ ખાસ કરીને ઉત્પાદન અને સેવાના ક્ષેત્રોમાં ઝડપી વુધ્ધિ કરેલ છે છતાં કૃષિક્ષેત્રોની ભૂમિકા અગત્યની રહે છે કારણ કે તે મોટાભાગની વસતિ માટે રોજગારીનું મુખ્ય સાધન છે. વધુમાં ગુજરાતની ૬૩ વસતિ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને આજીવિકા માટે કૃષિ અને કૃષિ સાથે જોડાયેલ ગ્રામ્ય બિન-ખેતી ક્ષેત્ર પર આધાર રાખે છે. આગામી વર્ષોમાં ગુજરાતના અર્થતંત્રમાં કૃષિ મહત્વનો ભાગ ભજવવાનું ચાલુ રાખશે અને ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં મર્યાદિત રોજગાર શકયતા છે છતાં મોટાભાગની વસતિને રોજગારી અને આવક માટે કૃષિક્ષેત્ર પર આધાર રાખવો પડશે. ગ્રામ્ય વિસ્તારમાં વેપાર, વાણિજય અને સેવાઓના વિકાસ પણ કૃષિવુધ્ધિ થી ઉદભવતા માંગના પાયા પર આધાર રાખશે.
 • ગુજરાતમાં ગરીબીરેખા નીચે જીવતી નોંધપાત્ર વસતિ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી ધટાડવા માટે કૃષિવુધ્ધિ જરૂરી છે. ધણા અભ્યાસોથી જાણવા મળે છે કે ગરીબીમાં ધટાડા સાથે કૃષિવૃધ્ધિ હકારાત્મા રીતે સંકળાયેલ છે. ગરીબીમાં નોંધપાત્ર ધટાડો કરવા કૃષિ અને કૃષિ સંબંધિત પ્રવૃતિઓને અગ્રિમતા આપવાનં જરૂરી છે.
 • આગામી વર્ષોમાં આર્થિક વૃધ્ધિ પર માહિતી પ્રોધોગિકીમાં અને બાયોકેકનોલોજી માં નવી કેડી કંડારતા વિકાસનો ખુબ પ્રભાવ હશે. આ ઉદભવતા ફેરફારોને પરિણામે હાલના સંસાધનોમાંથી મબલખ ફાયદો લેવાની સ્થિતિમાં છે જેની મોટાભાગની વસતી જેમાં સંપતિ કમાવવાની અને વુધ્ધિની મબલખ શકયાતા છે તેવી કતોથી વંચિત રહેશે . વિકાસની પ્રક્કિયા ગ્રામ્ય ગુજરાતને એક બાજુ છોડી દેશે જેવુ ગ્રીન રિવોલ્યુશન (હરિયાળી ક્રાંતિ) માં થયુ હતું જે ફકત કેટલાંક પ્રદેશોમાં અને કેટલાક પાકોમાં જ થઈ હતી.
 • કૃષિ અંગેના વિશ્વ વ્યપાર સંગઢનના કરારના આધારે આયોતો પરના જથ્થાત્મક નિયંત્રણોદુર થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખેડૂતોને સ્પર્ધા માટે સક્ષમ બનાવવા અને ભાવમાં તીવ્ર ફેરફારને પહોંચી વળવા વ્યુહરચના ધડવાનું જરૂરી છે. આનાથી કૃષિમાં વિવિધતા, ગુણવત્તામાં સુધારણા અને મૂલ્યવૃધ્ધિ થશે જેથી ઉપલબ્ધ તકોનો લાભ લઈ શકાય.
 • ઉપરોકત સંદર્ભમાં નવી શતાબ્દીમાં કૃષિક્ષેત્રોના પડકારોને ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦ સંબોધે છે. ધણા વર્ષોથી પંચવર્ષીય યોજનાઓ અને વાર્ષિક યોજનાઓનો અમલ થઈ રહ્યો છે નીતિ, વ્યૂહરચના અને અમલના મુદ્દાઓ સમયાંતરે વિચારણાં લેવામાં આવેલ છે. છતાં ભવિષ્યના સ્પષ્ટ દ્દશ્ય અથવા આવતીકાલની કૃષિનો સ્પષ્ટ વિચાર કરવાની જરૂર છે. ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦ નવા અભિગમનો લક્ષ્ય રાખે છે અને લાંબાગાળાના દ્રશ્યની કલ્પના કરે છે (વિચાર) ભવિષ્યને જોવાનો, નવા ઉદ્દભવતા વલણોની અપેક્ષા રાખવાનો, સંભવિત ક્ષેત્રો નકકી કરવાનો અને એક દસક માટે પૂર્વભૂમિકા તૈયાર કરવાનો છે.
 • આર્થિક વિકાસમાં કૃષિની ભૂમિકા હંમેશા સમજવામાં આવી છે. આમ છતાં, આ તબક્કે ૧૯૭૦ અને ૧૯૮૦ ના દશકાઓમાં ગુજરાતમાં જે રીતે ઔધોગિક ક્ષેત્રો પર ધ્યાન આપ્યુ હતું તેજ રીતે કૃષ પર ધ્યાન આપવાનું જરૂરી છે. બીજા શબ્દમાં, સમગ્ર વિકાસલક્ષી પ્રયત્નો કૃષિ અને કૃષિ સંબંધી પ્રવૃતિઓને કેન્દ્રમાં રાખી કરવા જોઈએ.
 • ગુજરાતનું કૃષિમાં સ્પર્ધાત્મક થવાનું સ્વપ્ન, ખેડૂતો માટે વધુ સમૃધ્ધિ, ઉત્પાદનમાં ટકાઉક્ષમ વૃધ્ધિ અને કૃષિ પેદાશોમાં વધુ ઉંચા મૂલ્યો વૃધ્ધિની સંભાવના પર આધારિત છે. નવા વૈશ્વિક કૃષિ વાતાવરણમાં માંગલક્ષી કૃષિ અને કૃષિ ઔધોગિક વૃધ્ધિને ઝડપી બનાવવા પર વિઝનમાં કલ્પાના થયેલ છએ. ગુજરાતની કૃષિનો ધ્યેય પાકોના વિશ્વ-સતરના ઉત્પાદક અને પૂરવઠા ક્ષર બનવાનો છે કારણ કે તેમાં તેની સ્પર્ધાત્મક અનુકૂળતા છે.
 • ખાસ કરીને કૃષિક્ષેત્રોમાં વૃધ્ધિથી ગરીબી ધટે છે. પરંતુ વિકાસ હંમેશા ગરીબ સુધી પહોંચતો નથી. વ્યવસ્થિત બજારો સંસાધનોને સારી રીતે વહેંચવામાં મદદ કરે છે. પરંતુ કયારેક બજારો આમાં નિષ્ફળ જાય છે. પરિણામે, ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં સાધનવિહણા ખેડૂતો અને ખેતમજૂરો માટે ખાસ જોગવાઈઓ બનાવવાની ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦ કલ્પના છે. બાગાયત અને પશુપાલન જેવી કેટલીક પ્રવૃતિઓથી વૃધ્ધિ અને સમાનતા એમ બન્ને હેતુઓ સરે છે. આવી પ્રવૃતિઓ નાના ખેડૂતો માટે યોગ્ય છે અને તે આવકની ઉંચી તકો પણ ઉભી કરે છે.
 • આ દસ્તાવેજમાં અધતન કૃષિ આંતરમાળખા, ખરીદવેચાણ સહાય અને સંસોધન પ્રયત્નોનો વિચાર થયો છે. આમ છતાં, કૃષિ એકનો જ વિકાસ થઈ શકે નહિં. કૃષિનો વિકાસ, માર્ગો, બંદરો, વીજળી તેમજ શિક્ષણો જેવા સામાજિક આંતરમાળખા પર મોટેભાગે આધાર રાખે છે. જેવા આર્થિક આંતરમાળખા સ્વચ્છતા અને પાણી પૂરવઠો ખેડૂતોના શિક્ષણ અને આરોગ્યમાં સુધારણાથી ઉત્પાદન, ઉત્પાદકતા અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થાય છે. એગ્રો આંતરમાળખાને લગતાં વિઝન દસ્તાવેજો તૈયાર કર્યા છે જે હાલના પ્રયત્નોને સાથ આપશે કે પૂરક બનશે.
 • ટૂંકમાં, ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦ માં ગ્રામ્ય વસતિની રોજગારનીની તકો વ્યાપક કરીને અને તેમની આવકમાં વધારો કરીને તેમની જીવનની ગુણવત્તા સુધારનાર ટકાઉક્ષમ વિકાસની કલ્પના કરવામાં આવેલ ચે તેમાં કૃષિપેદાશોમાં ઉત્પાદકતામાં ટકાઉક્ષમ વધારો અને વધુ ઉંચો ગણવત્તા મારફતે નવા વૈશ્વિકૃત કૃષિ વાતાવરણમાં માંગ આધારિત કૃષિ અ્ને કૃષિ ઔધોગિક વૃધ્ધિની ગતિ વધારવાની કલ્પના છે. તેનાથી ઉત્તરોત્તર વધારો સધન બનશે.
 • ગુજરાત એગ્રોવિઝનમાં ટેકનોલોજી પર્યાવરણ, આર્થિક અને સામાજિક રીતે ટકાઉક્ષમ વૃધ્ધિનો ધ્યેય છે.
  • ટેકનોલોજીની રીતે ટકાઉ વૃધ્ધિ માટે કૃષિ પર ધ્યાન કેન્દ્રિત થયેલ સંસોધન, બાયોટેકનોલોજી, ઈન્ફરમેશન ટેકનોલોજી અને ઈકોટેકનોલોજીના વપરાશની જરૂર રહેશે.
  • પર્યાવરણની રીતે ટકાઉક્ષમ વૃધ્ધિનો અર્થ ભૂમિ, જળ અને જૈવ વિવિધતાં નું સંરક્ષણ થાય છે.
  • આર્થિક રીતે ટકાઉક્ષમ વૃધ્ધિ માટે ગુજરાતમાં અન્યની સરખામણીએ જેના માટે વધુ અનુકૂળતા છે તે પાકો અને જાતો પર ધ્યાન કેન્દ્રિત કરવા આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પાર્ધા કરી શકે તેવી જાતો વિકાસવવવા અને ગુણવત્તા સુધારવાની જરૂર રહેશે.
  • વૃધ્ધિની સાથે સમાનતા જોડવી જોઈએ અને તે સાધનવિહોણા ગરીબો, મહિલાઓ અને નબળા વર્ગો તેમજ અલ્પ વિકસીત પ્રદેશોના વ્યકિતઓના વિસ્તૃત હક્ક અને સશકતીકરણને સુનિતિ કરે તે રીતે થવી જોઈએ.
 • ધ્યેય એક દશકમાં કૃષિ માં ૬.૮ નો વાર્ષિક વૃધ્ધિ દરે પ્રાપ્ત કરવાનો છે (પશુપાલન સહિત) જે દર ભૂતકાળમાં એક દશકમાં કરતા વધુ ઉંચો છે અને દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયાના દેશોએ તેમના આર્થિક વિકાસના સંબંધિત તબક્કા દરમિયાન મેળવેલ વૃધ્ધિ દર કરતાં પણ નોંધપાત્ર રીતે ઉંચો છે.
 • હવે પછીના ૧૦વર્ષો માટે કૃષિ મૂલ્ય વધ્ધિ, ૬.૮ના વાર્ષિક વાસ્તવિક દરે વધશે જેથી ૨૦૧૦ સુધીમાં એકંદરે મૂલ્ય વૃધ્ધિ ૧૦૬૬.૮ વધશે.
 • ગુજરાત એગ્રોપ્રોસેસિંગ માટે રોકાણકારો / પ્રોસેસર્સના વિચારમાં હંમેશા રહેશે અને તેના કૃષિક્ષેત્રોને ધબકતચા અને સ્પધાત્મક કૃષિવેપારમાં સફળતાપૂર્વક રૂપાંતરણ કરવા માટે વ્યાપક રીતે માન્યતા આપવામાં આવશે. સરકાર કલ્પના કરે છે કે ખાનગી ક્ષેત્રોએ ભૂમિકા ભજવવાની રહેશે.
 • વેલ્યુ એડેડ પ્રોડકટસ(મૂલ્ય વૃધ્ધિત પેદાશો)ના સ્વરૂપમાં કૃષિ પેદાશોના નિકાસને ઉત્તેજન આપવામાં આવશે.
 • ગુજરાતનો ખેડૂત કૃષિ આધારિત વસતીના સંદર્ભમાં માથાદીઠ આવક, આજની માથાદીઠ આવક (વાર્ષિક રૂ.૭૧૫૫) થી લગભગ બમણી (વાર્ષિક રૂ.૧૩૫૩૪) રહેશે.
 • ગુજરાતનો ખેડૂત જાણકાર કામદાર હશે જે અધતન ટેકનોલોજી અને શ્રેષ્ઠ વૈશ્વિક એગ્રોનોમી પધ્ધતિઓને લાભ ઉઠાવતો હશે. ખેડૂતો જે પાકની ખેતી કરવા ઈચ્છતા હશે તે અંગેના સભાન નિર્ણયો લેશે. ખેડૂતોને જુદા જુદા પાક વિકલ્પો વચ્નેચના વાણિજિયક કમાણીનું મૂલ્યાંકન કરવા પ્રોત્સાહિત કરાસે . ઈન્ફોરમેશન કિઓસ્કના નેટવર્કથી તેમને આ નિર્ણયો લેવાની પર્યાપ્ત માહિતી પૂરી પાડવામાં આવશે. ગુજરાત કૃષિ વિકાસ માટે આઈ.ટી. સંસાધનોનો મહત્તમ રીતે ઉપયોગ કરશે.
 • રાજયમાં કૃષિ પેદાશોની સંપૂર્ણ ઉત્પાદનકક્ષ ઉપલબ્ધ હશે. જેમાં જીએમઓ અને બિન-જીએમો બિયારણો, રસાયણ અને બાયોફર્ટિલાઈઝર્સ તેમજ જંતુનાશકો હશે. ઉત્પાદનની વાજબી અને પારદર્શક કિંમતોથી તેનો ન્યાયિક વપરાશ થશે. ખેડૂત સમાજને સુગઠિત ન્યુટ્રિયન્ટસ અને જંતુ સંચાલન કાર્યક્રમો મારફતે બાયોમાસ, ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક કૃષિ રસાયણોના સંતુલિત વપરાશ માટે માહિતગાર કરશે.
 • જળ સંસાધનનોનું નિર્માણ કરવા, સંગ્રહ કરવા તેમજ સંચય કરવા બિન-સંગઠનો અને સરકારી વિભાગો મારફતે જળ વપરાશકારોને સીધા જ સમાવિષ્ટ કરવાના તેમજ જાણકારી, શિક્ષણ અને તાલીમ મેળવવાના શકય તમામ પ્રયત્નો કરવામાં આવશે. પાણીના ઓછામં ઓછા વપરાશ માટેની
 • કૃષિસેવા કેન્દ્રો અને વેલ્યુ એડેડ સેન્ટર્સના જોડાણથી મેળવેલ જમીનખાતાના અર્ધ એકત્રીકરણ અને કૃષિ પેદાશના એકત્રીકરણને કારણે સમગ્રક્ષેત્રની વિશ્વસનીયતમાં સારો એવો વધારો થશે. આનાથી સંકલિત એગ્રોનોમિક પેકેજ ઉદ્દભવશે જેમાં અધતન ટેકનોલોજી, ખેડૂતોને જવાબદાર વિસ્તરણ સેવાઓ અને સારા ક્રમિક ગ્રામીણ ધિરાણ પધ્ધતિઓ હશે.
 • સરકારી વિસ્તરણ તંત્ર ઉચ્ચકુશળતા અને પ્રેરણાથી ભરપૂર હશે. ગુજરાત કૃષિ યનિવર્સિટી અને કૃષિ ઉત્પાદક કંપનીઓ સાથે તાલ મિલાવીને તે નિયત સૂચનો કરશે જેમાં કુદરતી અને રસાયણી ઉત્પાદનોના વપરાશ બંનેની તેમજ પાક રક્ષણના કુદરતી ઉપાયોનો ફાયદો લેવાની ભલામણ હશે. બહુ વિધિ પાક અને આંતર-પકા મારફતે પાકની સધનતા વધારવા પર ખાસ કરીીને ઘાન આપવામાં આવશે. વિસ્તરણ રોજ સંસ્થાઓ દ્વારા કૃષિ સહાયકોની નિમણૂક કરવામાં આવશે.
 • ઉત્તર, મધ્ય અને પヘમિ ભારતમાંથી ઉદ્દભવતા અને કાર્યરત વૈશ્વિક કૃષિ વેપાર પ્રવાહો માટેનું ગુજરાત કેન્દ્ર રહેશે. ગુજરાતમાં અધતન કૃષિ આંતરમાળખુ હશે. જેમાં આંતરમાળખા કોરિડોરને સાંકળતા કૃષિ બંદર જરૂરી શીતગાર અને પ્રમાણપત્ર સવલતોનો સમાવેશ થાય છે. ખેતરોમાંથી પેદાશો, પરિવહન દરમિયાનના ઓછામાં ઓછા નુકશાન અથવા ધટ સાથે બજાર / પરિવહન કેન્દ્રોમાં પહોંચશે.
 • ગુજરાતની કૃષિ બજારો તેની પારર્દશકતા અને નિષ્પક્ષતા માટે પ્રખ્યાત હશે હરાજી કેન્દ્રો ખેડૂતો અને વેપારીઓ / પેસેસર્સના હિતો વચ્ચે સમતુલા રાખશે અને સંપૂર્ણ વાજબીપણાની ખાતરી કરશે. મુખ્ય ખેત ઉત્પાદક બ. સમિતિઓ ખાતે આંતરમાળખાને સુદ્દઢ બનાવવામાં આવશે. પ્રોસેસર્સ અને ખેડૂતો વચ્ચેનો કરારોને વળગી રહેવાની બાબતને કાયદાકીય માળખું ઉત્તેજન આપશે.
 • રાજયનું સંસોધન તંત્ર તેના ઉચ્ચી ક્ષમતાવાળા ટેલેન્ટપૂલ (કૌશ્યલક્ષમતા) માટે માન્યતા પામશે. ઉધોગો અને ખેડૂતોના નજીકના સહયોગથી વાણિજિયક કૃષિ સંસોધન હાથ ધરવામાં આવશે. રાજયમાં સંસોધન અને વિકાસના પ્રયત્નો સભાનપણે બાયોટેકનોલોજી, જૈવિકખાતરો, કુદરતી ખાતર વગેરેના વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ફકત ઉત્પાદનની નિકાસક્ષમતા વધારવા પર નહી પરંતુ પર્યાવરણના સંચાલન માટે હકારાત્મક પ્રયત્નોના સાધન તરીકે કામ આવશે.
 • માનવ સંસાસધનને તાલીમ આપવા પર ધ્યાન આપવામાં આવશે જે કૃષિ વાતાવરણ સંદર્ભમાં લાગુ પડે છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીનો આ પ્રયત્નમાં મુખ્ય ભૂમિકા રહેશે.
 • સુધારેલી રોગ-મુકત સામગ્રી, શ્રેષ્ઠ એગ્રોનોમિક પધ્ધતિઓ સતતપણે અપનાવવી અને સુધારેલી કાપણી પછીની સંચાલન પધ્દતિઓથી બાગાયતમાં શ્રેષ્ઠ પરિણામો મેળવવામાં આવશે.
 • વિ. વે. સંગઠનના ધારાધોરણ હેઠળ વિશાળ વિકસીત બજારો ખોલવા પર ગુજરાત આધાર રાખશે. આંતરમાળખામાં અને ખેડૂતોની પહેલામાં મૂડીરોકણથી બાગાયતની પેદાશો માટે વૈશ્વિક બજાર સ્થાપવામાં રાજયને મદદ થશે. વિ. વિ. સંગઠનના સાપોટા (ચિકુ) અને કેસર કેરીની નોંધણી કરાવશે. ત્યારબાદ વૈશ્વિક ખરીદી-વેચાણ પ્રયત્નો કરવામાં આવશે.
 • ગુજરાતની કેસર કેરી તેના અદ્દભુત સ્વાદ અને વિશિષ્ટ ગુણવત્તા માટે વિશ્વસ્તરે માન્યતા પામશે. વાઈબ્રન્ટ મેંગો પ્રોસેસિંગ ઉધોગથી સમગ્ર વર્ષ દરમિયાન જુદી જુદી પ્રોસેસ્ડ કેરી પેદાશોની ભારતીય અને વૈિશ્વક માંગને પહોંચી વળશે.
 • સહકારી વાતાવરણમાં કાર્યરત ઉચ્ચ આવક આપતી ઓલાદો રાજયમાં ડેરી ક્ષેત્રોની લાક્ષણિકતા બનશે. ડેરી સહકારી મંડળીઓ, સમગ્ર ભારતમાં ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન કરવા અને ખરીદ અને વેચાણ કરવા માટેના સામાન્ય મંચ હેઠળ પ્રોસેસ્સ કાર્યર ત છે. તેમના ઉત્પાદનોને વધુ સારી ગુણવત્તા અને સ્થાનિક ગ્રાહક સ્વાદ અને પસંદગીને સમજવાને કારણે પસંદ કરવામાં આવે છે. ડેરી પેદાશોને અન્ય મોટી બજારોમાં નિકાસ કરવામાં આવશે.
 • ગુજરાત દેશના અન્ય ભાગોને અને પ્રોસેસિંગ માટે યોગ્ય કેટલીક વૈશ્વિક બજારોને બટેટા પૂરા પાડશે. યોગ્ય વાતાવરણ નિયંત્રીત સંગ્રહસ્થાનો સાથે જોડાણથી બટેટાનો કાયમી પુરવઠો શકય બનશે
 • સહકારી કપાસ ખેતી ઉધોગથી વિશ્વ બજારોને કાચા કપાસ લિન્ટ અને કોટનર્યાન પુરો પાડશે. કપાસની એગ્રોનોમી (કૃષિ અર્થતંત્ર) માટેની શ્રેષ્ઠ પધ્ધતિઓ વિકસાવવામાં રાજય અગ્રેસર રહશે. ગુજરાતમાંથી ગણવત્તાસભર હાથથી ચુંટેલા કપાસ માટેના વૈશ્વિક સ્થાનનું અગ્રેસર નિર્માણ થશે.
 • ગુજરાત કપાસ અને એરંડામાં તેની અગ્રીમ સ્થિતિ જાળવી રાખશે. ગુજરાતમાં એરંડાના અધતન મુળ પેદાશ સંસોધન હાથ ધરાશે અને તેને વૈશ્વિક સેટન્ટ ઓફ એકસેલન્સ તરીકે માન્યતા મળશે. સંલગ્ન એરંડાના મૂળ પેદાશના ઉત્પાદન એકમો, ઉંચા મૂલ્ય વૃધ્ધિવત એરંડા મૂળ પેદાશોના ઉત્પાદન મોટ સંસોધન પ્રોયગશાળાઓ સાથે નજીકના સહયોગથી કામ કરશે.
 • કુદરતી કપાસ અને કુદરતી કેળા જેવા મહત્વના બજારોમાં ગુજરાત મોટું સ્થળ રહેશે. બિન-જીએમઓ પેદાશોને પ્રમણપત્ર આપવામાં વિશ્વસનીયતા માટે સરકારી સહાયતાવાળા પ્રમાણપત્ર પ્રયોગશાળાઓની કદર થશે.
 • ગ્રાહકોને ઉંચી ગુણવત્તાવાળી કૃષિ પેદાશોની ઉપલબ્ધિ સુનિતિ કરવા વિશાળ રિટેઈલ ચેઈન (છુટક કેન્દ્રો) ગુજરાતના નગરો અને શહેરોને જોડશે.
Go to Navigation