બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
ઇ-સીટીઝન​

ટૂંકી પ્રશ્નોત્તરી

પરવળમાં થડ અને મૂળ સડવાનું કારણ કૃમિ અને પીથીયમ અથવા કયુઝેરીયમ નામની ફૂગ છે. કૃમિના નિયંત્રણ માટે રીંગ કરી કાર્બોફયુરાન દવા જમીનમાં આપવી અથવા પેસીલોમાયસીસ આપીને જૈવિક નિયંત્રણ પણ કરી શકાય. જયારે પીથીયમ ફૂગનું આક્રમણ હોય તો થડ ફરતે જમીનમાં કોપર ઓકસીકલોરાઇડ (૩૦ ગ્રા./૧૦ લી) અને ફયુઝેરીયમ ફૂગનું આક્રમણ હોય તો કાર્બેડેન્ઝીમ (૫ ગ્રા./૧૦ લી.)ના દ્રાવણનું ડ્રેન્ચીગ કરવું. આ બન્ને ફૂગનું ટ્રાયકોડર્માથી પણ જૈવિક નિયંત્રણ કરી શકાય છે.

પરવળમાં વેલા ઉપર તરફથી સુકાવાનું કારણ ફાયટોફથોરા નામની ફૂગ છે. તેના નિયંત્રણ માટે કોપર ઓકસીકલોરાઇડ (૩૦ ગ્રા./૧૦ લી.) અથવા બોર્ડોમિશ્રણ ૦.૮ ટકા અથવા મેટાલેકસીલ (૨૦ ગ્રા./૧૦ લી.) ના દ્રાવણનો છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે કરવો.

રીંગણમાં ત્રણ જાતના સુકારા આવે છે.
(૧) સ્કલેરોશીયમ વીલ્ટ જેમાં જમીન નજીક થડ કહોવાઇ જાય છે.
(૨) ફયુઝેરીયમ વીલ્ટ કે જેમાં છોડ ફાડીને જોતાં વચ્ચેનો ભાગ કથ્થઇ થઇ ગયેલ છે જયારે
(૩) બેકટેરીયમ વીલ્ટમાં છાલ નખથી ઉખેડતા થડનો ભાગ સફેદ હોવાને બદલે સડી ગયેલો દેખાય છે. આ રોગોના નિયંત્રણ માટે તંદુરસ્ત ધરૂનો ઉપયોગ કરવો તેમજ પાક ફેરબદલી કરવી. પ્રથમ અને બીજા પ્રકારના સુકારા માટે જમીનમાં કાર્બેન્ડાઝીમનું (૫ ગ્રા./૧૦ લી.) દ્રાવણ રેડવું અથવા રોગ આવતા પહેલા ટ્રાકોડર્મા (૨ કી.ગ્રા./હે.) જમીનમાં આપવું. જયારે ત્રીજા પ્રકારના વીલ્ટમાં જમીનમાં સ્ટ્રેપ્ટોસાયકલીન ૧૦૦ પીપીએમનું દ્રાવણ રેડવું અથવા રોગ આવતા પહેલા સ્યુડોમોનાસ (૨ કી./હે.) જમીનમાં આપી જૈવિક નિયંત્રણ કરી શકાય.

કઠોળ પાકમાં રાઇઝોબીયમ મોટેભાગે બીજ માવજત (૩૦ ગ્રા./કીલો બીજ) તરીકે વપરાય છે. આમ છતાં છોડ ઉગ્યા પછી જમીનમાં સેન્દ્રીય ખાતરો સાથે મિશ્ર કરીને પણ હેકટરે ૨ કિ.ગ્રા. પ્રમાણે આપી શકાય. બીજ માવજત સીધો પાવડર મિશ્ર કરી અથવા થોડું ગોળનું પાણી (૧ ટકો) રાઇઝોબીયમ કલ્ચરમાં મિશ્ર કરી રગડા જેવું બનાવી આપી શકાય છે.

શાકભાજી પાકોમાં એઝોટોબેકટર (નાઇટ્રોજન માટ) અને પીએસબી (ફોસ્ફરસ માટે) ખાસ કરીને વપરાય છે. આ બન્ને જૈવીક ખાતરો બીજ માવજત તરીકે (૩૦ ગ્રા./કિલો બીજ) તેમજ જમીનમાં (૪ કી./હે.) શરૂઆતમાં આપી શકાય છે.

કેળ અને પપૈયા પાકમાં એઝોટોરેકટર, પીએસબી અથવા વામ જેવા જૈવિક ખાતરો ઉપયોગી છે. આ પાકોમાં જૈવિક ખાતરો મોટા ભાગે રોપતા પહેલા ખાડામાં આપવામાં આવે છે. (૬ કી./હે.)

શેરડીના પાકમાં નાઈટ્રોજન માટે એસીટોબેકટર, એઝોટોબેકટર અથવા એઝોસ્પીરીલમ અને ફોસ્ફરસ માટે પીએસબી જેવા જૈવીક ખાતરો આપી શકાય છે. આ ખાતરો બિયારણની માવજત તરીકે શેરડીના ટુકડાને બોળીને (૨ કી.ગ્રા./હે.) અથવા જમીનમાં પાળા ચઢાવતી વખતે ચાસમાં આપી શકાય. (૬ કી./હે.)

ડાંગરમાં એઝોસ્પીરીલમ, એઝોટોબેકટર કે અઝોલા નાઇટ્રોજન માટે જયારે પીએસબી ફોસ્ફરસ માટે આપી શકાય. ખાતરોના પ્રવાહી દ્રાવણમાં સીધું જ અથવા માટીમાં રગડો બનાવી (૨ કી./હે.) ધરૂના મૂળ બોળીને વાપરી શકાય અથવા જમીનમાં પણ આપી શકાય છે (૪ કી./હે.)

જૈવિક ખાતરો સાથે રાસાયણિક ખાતરો વાપરવા હિતાવહ નથી. જૈવિક ખાતરો આપવાની આગળ પાછળ ઓછામાં ઓછું એકાદ અઠવાડીયાનો ગાળો રાખવો સલાહભર્યુ છે.

જૈવિક ખાતરો બીજ માવજત તરીકે આપો તો પૂરતા સમય બીજ બોળી રાખવા. આશરે ૩૦ મીનીટ જેટલા સમય માટે બોળી રાખો તો સારો ફાયદો થાય છે. ત્યારબાદ બીજને છાંયડે સૂકવી પછી વાવવા જોઇએ. જમીનમાં જૈવિક ખાતરો હંમેશા સેન્દ્રિય ખારો સાથે મિશ્ર કરીને આપવાનો આગ્રહ રાખવો. જૈવિક ખારો આપો ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે. સૂકી જમીન હોય ત્યારે જૈવિક ખાતર આપવું જોઇએ નહિ. આ માટે પિયત આપ્યા પછી વરાપે જૈવીક ખાતર આપવાથી વધારે ફાયદો થાય છે. જૈવીક ખાતરો સાથે કોઇ પણ રસાયણ મિશ્ર કરી આપવું નહિ.

ટ્રાયકોડર્મા સેન્દ્રિય ખાતરો જેવા કે પ્રસમડ, છાણિયુ ખાતર, દિવેલીનો ખોળ અથવા અન્ય સેન્દ્રિય ખાતરો સાથે મિશ્ર કરી ચાસમાં, થઠ ફરતે રીંગ કરીને કે પૂ;કીને આપી શકાય છે.પરંતુ તેને પાક વાવીએ તે પહેલા આપવું વધારે ફાયદાકારક છે. આમ કરવાથી જમીનજન્ય રોગો મોટા ભાગે આવતા અટકે છે.

ટ્રાયકોડર્મા ફૂગથી થતા બધાજ જમીન જન્ય અને બીજ જન્ય રોગો માટે ખૂબજ ઉપયોગી છે. ખાસ કરીને પીથીયમ ફાયટોફથોરા, ફયુઝેરીયમ, રાયઝોકટોનીયા, મેક્રોફેમીના, સ્કલેરોશીયમ પ્રકારની ફૂગથી થતાં જમીન જન્ય રોગો તેમજ ઓલ્ટરનેરીયા, કોલોટોટ્રીકમ, ફોમોપ્સીસ, મેક્રોલફોમીના, ડ્રેસ્લેરા જેવી બીજ જન્ય ફૂગ માટે પણ ઘણુજ ઉપયોગી છે.

ટ્રાયકોડર્મા પાવડર રૂપમાં હોય તો સીધોજ (૧૦ ગ્રા./કિલો બીજ) બીજમાં મિશ્ર કરી વાપરી શકાય છે. અથવા પાવડરમાં થોડું પાણી મેળવીને બીજને રગદોળી દેવામાં આવે છે. આ ઉપરાંત ૧ ટકાનું ગોળનું પાણી પાવડરમાં મિશ્ર કરી તેની સ્લરી બનાવી દાણામાં વ્યવસ્થિત ચોંટી જાય તે રીતે માવજત આપી છાંયડે સૂકવી પછી બીજ વાવવામાં આવે છે. જયારે પ્રવાહી રૂપમાં ટ્રાયકોડર્મા હોય તો સીધું પ્રવાહી (૧૦ મીલી./કીલો બીજ)માં બીજને ૧૦ મીનીટ સુધી બોળીને માવજત આપવામાં આવે છે.

જમીનમાં નેમેટોડ હોય તો તેનું જૈવિક નિયંત્રણ પેસીલોમાઇસીસ નામની ફૂગને સેન્દ્રિય ખાતરમાં મિશ્ર કરી (૪ કી./૧૦૦ કિ.સે.ખાતર/હે.) જમીનમાં છોડ ફરતે અથવા ચાસમાં આપવામાં આવે છે. આ ઉપરાંત, જમીનમાં દિવેલી ખોળ, મરઘા-બતકાનું ખાતર, લીમડાનો ખોળ વિગેરે આપવાથી પણ સારો ફાયદો થાય છે. તે સિવાય શણ અને ગલગોટા વાવવાથી જમીનમાં કૃમિની સંખ્યા કાબુમાં આવે છે.

શેરડીના સુકારા અને રાતડા માટે કો. ૮૩૩૮, સીઓ.એલ.કે. ૮૦૦૧, સીઓએન ૯૧૧૩૨, સીઓએન ૩૧૩૧૨, સીઓએન ૫૦૭૧ અને સીઓએન ૫૦૭૨. જયારે ચાબુક આંજીયા માટે સીઓસી ૬૭૧, કો. ૮૩૩૮ અને કો. ૬૮૦૬ જેવી જાતો રોગ પ્રતિકારક છે.

ધરૂવાડીયું તંદુરસ્ત બનાવવા માટે ગાદી કયારામાં પહેલા સોઇલ સોલરાઇઝેશન કરવું. બિયારણનો દર ભલામણ મુજબ રાખવો. વધારે પડતું બિયારણ ધરૂ માટે નાંખવું નહી. જરૂર જણાય તો ઝારા વડે બોર્ડોમિશ્રણ ૦.૬ ટકાનૂ; દ્રાવણ રેડવું. પાણીનું નિયમન કરવું. ધરૂ ખુબજ ઘાટું ઉગેલ હોય તો તેને થોડુ; પરવવું.

ઉનાળુ ડાંગરમાં કંટીનો દાહ (નેક બ્લાસ્ટ) રોગ આપણા વિસ્તારમા; ખૂબજ આવે છે. ડાંગ, ધરમપુર અને કપરાડા વિસ્તારમા ચોમાસામાં પણ આ રોગ આવે છે. તેના નિયંત્રણ માટે કંટી નીકળે ત્યારે એડીફેનફોસ (૧૦મીલી./૧૦લી.) અથવા ટ્રાયસાયકલાઝોન (૧૦ મીલી./૧૦ લી.) અથવા કાર્બેન્ડાઝીમ (૫ ગ્રા./૧૦લી.) અથવા થાયોફેનેટ મીથાઇલ (૧૦ ગ્રા./૧૦ લી.) ના દ્રાવણનો છંટકાવ કરવો.

આ ડાંગરનો ગલત આંજીયાનો રોગ છે. તે ચોમાસુ ડાંગરમા; ખાસ કરીને આવે છે. તેના નિયંત્રણ માટે કંટી નીકળે ત્યારે મેન્કોઝેબ (૨૫ ગ્રા./૧૦લી.) અથવા કેપ્ટાફોલ (૨૫ ગ્રા./૧૦ લી.)ના દ્રાવણનો છંટકાવ કરવો.

ડાંગરમાં જીવાણુંથી થતા પાનનો સુકારો રોગ આવે છે. તેના નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયકલીન ૧ ગ્રા. + કોપર ઓકસીકલોરાઇડ ૧૦ ગ્રા. + ૨૦ લી. પાણી પ્રમાણેનું દ્રાવણ બનાવી તેનો છંટકાવ કરવો. નાઇટ્રોજન યુકત ખાતરો પ્રમાણસર વાપરવા.

ડાંગરના પાન પર રાખોડી ત્રાકીયા ટપકા પડે છે અને પાન સુકાઇ જાય છે. તે કયો રોગ છે? તેનું નિયંત્રણ જણાવો.

આમ થવાનું કારણ પીંછછારો (ડાઉની મીલ્ડયુંા રોગ છે. તેના નિયંત્રણ માટે કોપર ઓકસીકલોરાઇડ (૩૦ ગ્રા./૧૦ લી.) અથવા બોર્ડોમિશ્રણ ૦.૮ ટકા અથવા મેટાલેકસીન (૨૦ ગ્રા./૧૦ લી.) ના દ્રાવણનો છંટકાવ કરવો.

આ ભૂકી છારા (પવડરી મીલ્ડયુ)નો રોગ છે. જેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (૩૦ ગ્રા./૧૦ લી.) અથવા ડીનોકેપ (૧૦ મીલી./૧૦ લી.) અથવા ટ્રાયડેમોર્ફ (૫ મીલી./૧૦ લી.) અથવા હેકઝાકોનાઝોલ (૧૦ મીલી./૧૦ લી.) અથવા કાર્બેન્ડાઝીમ (૫ ગ્રા./૧૦ લી.) અથવા થાયોફેનેટ મીથાઇલ (૧૦ગ્રા.ળ૧૦ લી.) જેવી દવા છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.

આમ થવાનું કારણ વિષાણુંજન્ય (વાયરસ) રોગો છે. તેના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાતો વાપરવી. કઠોળ માટે રોગ મુકત બિયારણ વાપરવું. રોગની શરૂઆતમાં રોગિષ્ટ છોડ ઉપાડી બાળીને નાશ કરવો. ત્યારબાદ ચૂસીયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો જરૂર પ્રમાણે છંટકાવ કરવો.

સામાન્ય રીતે ૩-૪ ગ્રામ દવા ૧ કી. બીજ પ્રમાણે સીધુંજ ભેળવવામાં આવે છે. આ ઉપરાંત વાનસ્પતિક ભાગોથી જે પાકોનું વાવેતર કરવામા; આવે છે (દા.ત. કેળ, શેરડી, બટાટા, ફૂલ છોડ વિગેરે)ને દવાના દ્રાવણમાં (૦.૧ – ૦.૨ ટકા) ૧૦ -૧૫ મીનીટ બોળીને રોપવામાં આવે છે. શાકભાજી કે કઠોળ જેવા પાકોમાં ઘણી વખત દવાના પાવડરનો રગડો (સ્લરી) બનાવી બીજમાં ચોપડી દેવામાં આવે છે. આ માટે ૧૦૦ કીલો બીજ માટે ૧૦૦ -૨૦૦ ગ્રામ દવા લઇ તેને ૫૦૦ મીલી. પાણીમાં ભેળવી બિયારણમાં વ્યવસ્થિત ચોપડી દેવામાં આવે છે.

કાચા કેળા પાકી જવાનું કારણ કેળમાં આવતો સીગાટોકા નામનો રોગ છે. આ રોગ આવેલ હોય તો નીચેના રોગિષ્ટ પાન કાપી તેનો બાળીને નાશ કરવો. ત્યારબાદ પ્રોપીકોનાઝોલ (૧૦ મીલી./૧૦ લી.) દવાના દ્રાવણમાં ૧ ચમચી સર્ફ પાવડર (પંપ દીઠ) મિશ્ર કરી તેનો કેળ પર વ્યવસ્થિત છંટકાવ કરવો. આ ઉપરાંત કાર્બેન્ડાઝીમ (૫ ગ્રા./૧૦ લી.) અથવા મેન્કોઝેબ (૨૦ ગ્રા./૧૦ લી.) ના મહિનાના અંતર ૩- ૪ વખત જરૂર પ્રમાણે છંટકાવ કરવો જોઇએ.

કેળના નાના છોડ મરવાના ત્રણ કારણો હોઇ શકે છે. ૧. કંદનો સડો – કંદ સડવાથી મરી જાય છે. ૨. પનામા વીલ્ટ – મૂળ મારફતે ફયુઝેરીયમ ફૂગ દાખલ થઇ થડના વચ્ચેના ભાગને નુરશાન કરે છે. જેથી પાન પીળા પડીને સૂકાઇ જાય છે. ૩. મોકો – આ રોગ જીવાણુથી થાય છે. મરેલી કેળના થડને કાપીને જોતા પીળુ ઝરણ ટીપા રૂપે જોવા મળે છે. આના નિયંત્રણ માટે કંદને એમીએમસી(૨ ગ્રા./લી.) અથવા કાર્બેન્ડાઝીમ (૧ ગ્રા./લી.) ના દ્રાવણમાં ૫ -૧૦ મીનીટ બોળીને રોપવા. અથવા ટ્રાયકોડર્મા ( ૫ ગ્રા./લી.) ના દ્રાવણમાં પણ બોળી જૈવિક માવજત આપી શકાય છે. આ ઉપરાંત જમીનમાં રોપણી પહેલા ખાડામાં ટ્રાયકોડર્મા + પેસીલોમાયસીસ + સ્યુડોમોનાસ (૫૦ ગ્રા./છોડ) આપવાથી સુકારો આવતો નથી. જો રોગ આવી ગયેલ હોય તો પનામા વીલ્ટ માટે કાર્બેન્ડાઝીમ (૧૦ ગ્રા./લી.) અને મોકા રોગ આવેલ હોય તો સ્ટ્રેપ્ટોસાયકલીન ૧૦૦ પીપીએમનું દ્રાવણ થડ ફરતે રીંગ કરીને જમીનમાં રેડવું.

ચોમાસા પછી ચીકુમાં સુકારો રોગ આવે છે. તેના નિયંત્રણ માટે પ્રથમ તો ચીકુવાડીયામાં ડાંગર જેવો પાક લેવો જોઇએ નહિ. ચોમાસામાં વાડીમાં પાણી ભરાવા દેવું નહિ. નિતાર નીંકની વ્યવસ્થા કરવી. ઝાડ ફરતે રીંગ બનાવી કાર્બેન્ડાઝીમ (૧૦ ગ્રા./૧૦ લી.) + યુરીયા (૨૦૦ ગ્રા./૧૦ લી.) નું દ્રાવણ બનાવી ૧૫ દિવસના અંતરે બે વખત રેડવુ. ચીકુવાડીયામાં સેન્દ્રિય ખાતરો સાથે ટ્રાયકોડર્મા મિશ્ર કરી રીંગ બનાવી જમીનમાં આપી જૈવિક નિયંત્રણ પણ કરી શકાય છે.

આમ થવાનું કારણ બોટ્રાયોડીપ્લોડીયા થીયોબ્રોમી નામની ફૂગ છે. તેના ઉપાય માટે જમીનમાં સેન્દ્રિય ખાતરો આપવા, જીવાતનું નિયંત્રણ કરવું. ખાતર અને પિયત માફકસર આપવા. આંબાવાડીયાની સારી એવી માવજત / કાળજી વિગેરે રાખવી. જો રોગ આવી ગયેલ હોય તો ગુંદર જેવો ભાગ ખોતરી દૂર કરવો અને તે જગ્યાએ બોર્ડો પેસ્ટ ચોપડી દેવો.

આમ થવાનું કારણ આંબાની વિકૃતિ (મેંગો માલફોર્મેશન) છે. જે મોટા ભાગે કલમો ધ્વારા આવે છે અને કથીરીથી તેનો ફેલાવો થાય છે. રોગ લાગેલ ડાળીઓ કાપી તે જગ્યાએ બોર્ડો પેસ્ટ લગાવવો. આખા ઝાડ પર કાર્બેન્ડાઝીમ (૫ ગ્રા./૧૦ લી.) નો છંટકાવ કરવો.

આંબામાં મોર સુકાવાનું કારણ ભૂકી છારો (પવડરી મીલ્ડયુ) રોગ છે. તેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (૩૦ ગ્રા./૧૦ લી.) અથવા ડીનોકેપ (૧૦ મીલી./૧૦ લી.) અથવા ટ્રાયડેમોર્ફ (૫ મીલી./૧૦ લી.) અથવા હેકઝાકોનાઝોલ (૧૦ મીલી./૧૦લી.) અથવા કાર્બેન્ડાઝીમ (૫ ગ્રા./૧૦ લી.) જેવી દવા છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.

આંબામાં મોર અને નાના મરવા કાળા પડી જવાનું કારણ કાલવ્રણ (એન્થ્રેકનોઝ) રોગ છે. જેના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ (૫ ગ્રા./૧૦ લી.) અથવા ટ્રાયડીમેફોન (૫ મીલી./૧૦લી.) અથવા થાયોફેનેટ મીથાઇલ મીથાઇલ (૧૦ ગ્રા./૧૦ લી.) જેવી દવાનો છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે.

આંબામાં આવતો આ અવરોહ મૃત્યુ (ડાયબેક) નામનો રોગ છે. રોગ લાગેલ સૂકી ડાળીઓ કાપી તેનો બાળીને નાશ કરવો. કાપેલ ડાળીના ભાગે બોર્ડો પેસ્ટ લગાડવો. ઉપરાંત ઝાડપર બોર્ડોમિશ્રણ ૦.૮ ટકાનો છંટકાવ કરવો અથવા કાર્બેન્ડાઝીમ (૫ ગ્રા./૧૦ લી.)ના દ્રાવણનો છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે.

કેળમાં આવતો આ સીગાટોકાનો રોગ છે. તેના નિયંત્રણ માટે રોગ લાગેલ નીચેના રોગીષ્ટ પાન કાપી તેનો બાળીને નાશ કરવો. ત્યારબાદ પ્રોપીકોનાઝોલ (૧૦ મીલી./૧૦ લી.) દવામાં ૧ ચમચી સર્ફ પાવડર (પંપ દીઠ) મિશ્ર કરી તેનો કેળ પર વ્યવસ્થિત છંટકાવ કરવો.

આમ થવાનું કારણ વિષાણુજન્ય રોગો જેવા કે ઝુમખીયા પાન (બંચી ટોપ) અથવા ચટાપટા (મોઝેક) રોગ હોઇ શકે. તેના નિયંત્રણ માટે રોગિષ્ટ છોડનો શરૂઆતમાં ઉપાડીને નાશ કરવો. ભલામણ મુજબ મોલોમશીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ છાંટવી. રોપણી માટે તંદુરસ્ત પીલા અથવા રોપા વાપરવા.

શેરડીનો આ ચાબુક આંજીયા નામનો રોગ છે. તે બિયારણ મારફતે આવે છે. જેથી હંમેશા તંદુરસ્ત બિયારણ વાપરવુ જોઇએ. રોગવાળા રોપાણ પાકનો લામ લેવો નહી. રોગ ખેખાય કે તરતજ રોગિષ્ટ જડીયા કાઢી તેનો નાશ કરવો. રોગ પ્રતિકારક જાતો જેવી કે કો. ૬૮૦૬, કો. ૮૩૩૮ કે સીઓસી ૬૭૧મા; આ રોગ આવતો નથી. રોગ લાગેલ ખેતરમાં કોઇ પણ દવા ઉપયોગી નથી. જેથી દવાનો છંટકાવ કરવો નહિ.

મરચીમાં ચુસીયા પ્રકારની જીવાત અને વિષાણુજન્ય રોગ એમ બન્નેથી પાન કોકડાઇ જાય છે. શોષક પ્રકારની જંતુનાશક દવા છાંટવાથી છોડ સારા થઇ જાય તો તે જીવાતથી થતો કોકડવા અન્યથા વિષાણુજન્ય રોગ હોય છે. વિષાણુંથી થતા કોકડવામાં રોગીષ્ટ છોડનો શરૂઆતથી જ ઉખાડી અને તેનો બાળીને નાશ કરવો અને જંતુનાશક દવા છાંટવી.

આ મરચીનો અવરોહ મૃત્યુ રોગ છે. તે કોલટોટ્રીકમ નામની ફૂગથી થતો બીજજન્ય રોગ છે. તેના નિયંત્રણ માટે થાયરમ/કેપ્ટાન (૩-૪ ગ્રામ/કીલો બીજ) ની માવજત આપવી જોઇએ. છોડ ઉપર રોગની શરૂઆત થતી દેખાય ત્યારે મેન્કોઝેબ અથવા કલોરોથેલોનીલ (૨૫ ગ્રા./૧૦ લી.) અથવા પ્રોપીકોનાઝોલ (૧૦ મીલી./૧૦ લી.) નો છંટકાવ કરવો.

પપૈયામાં ત્રણ વિષાણુજન્ય રોગ આવે છે.(૧) પાનનો કોકડવા (લીફ કર્લ) (૨) પીળા ગોળ ટપકા (રીંગ સ્પોટ વાયરસ) (૩) ચટાપટા(મોઝેક) . આ રોગના નિયંત્રણ માટે પ્રથમ રોગ પ્રતિકારક જાત પસંદ કરવી જોઇએ. રોપણી માટે તેના રોપા પણ તંદુરસ્ત હોવા જોઇએ. રોગની શરૂઆતમાં અસરયુકત છોડનો ઉપાડીને નાશ કરવો. ત્યારબાદ શોષક પ્રકારની જંતુનાશક દવાનો જરૂર મુજબ છંટકાવ કરવો.

આ તડબૂચનો સુકારાનો રોગ છે. તડબૂચ વાવતા પહેલા જમીનમાં સેન્દ્રીય ખાતર સાથે મિશ્ર કરી ટ્રાયકોડર્મા (૪ કિલો/હે.) નાંખવું. રોગ લાગેલ ખેતરમાં અસરવાળા/વેલના થડમાં કાર્બેન્ડાઝીમ (૧૦ ગ્રા./૧૦ લી.) નું દ્રાવણ રેડવું. દર વરસે એકજ જગ્યાએ તડબૂચ કરવા નહિ.

આમ થવાનું કારણ વિષાણુજન્ય ચટાપટા (મોઝેક)નો રોગ છે. શરૂઆતની અવસ્થાએ આવા વેલા કાઢી તેનો બાળીને નાશ કરવો. ત્યારબાદ જરૂર પ્રમાણે અવારનવાર શોષક પ્રકારની જંતુનાશક દવા છાંટવી.

આ દાહ (બ્લાસ્ટ) રોગ છે. તેના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ (૩ ગ્રા./કી. બીજ) ની માવજત આપી ધરૂ નાંખવુ. પાકમાં રોગની શરૂઆત થાય ત્યારે એડીફેનફોસ (૧૦ મીલી.) અથવા કાર્બેન્ડાઝીમ (૫ ગ્રા./૧૦લી.) નો છંટકાવ કરવો.

આ ચણાનો સુકારાનો રોગ છે. તેના નિયંત્રણ માટે પાક ફેરબદલી કરવી. થાયરમ/કેપ્ટાન (૩-૪ ગ્રામ/કીલો બીજ) ની બીજ માવજત આપવી. જમીનમાં ટ્રાયકોડર્મા (૨ કી./હે.) સેન્દ્રીય ખાતરો સાથે મિશ્ર કરીને આપવું અને રોગ પ્રતિકારક જાતનું વાવેતર કરવું.

આ મગફળીનો પાનના ટપકાં (ટીકકા) નો રોગ છે. જેના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ (૫ ગ્રા./૧૦ લી.) અથવા પ્રોપીકોનાઝોલ (૧૦ મીલી./૧૦ લી.) નો છંટકાવ કરવો.

મગફળીમાં ઉગસુકના રોગને લીધે બીજ ઉગી શકતા નથી. બીજ સડી જાય છે અને ઉગવાની શકિત ગુમાવે છે. આવા બીજ પર કાળી ફૂગના બીજાણુઓ જોવા મળે છે. ઉગતા છોડ પર આ ફૂલ લાગે તો આખો છોડ સુકાઇ જાય છે. આ રોગના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા ૩ થી ૪ ગ્રામ કેપ્ટાન કે થાયરમ કે મેન્કોઝેબ પ્રતિ કિલો બીજ દીઠ માવજત આપી વાવેતર કરવું. ટેબુકોનાઝોલ (૧.૨૫ ગ્રામ/કિલો બીજ)ની માવજત પણ આપી શકાય.

ઉનાળુ ડાંગરમાં ધરૂ પીળુ થવાનું કારણ લોહ તત્વની ખામી છે. આ માટે જમીનમાં હેકટર દીઠ ૨૫ કિલો ફેરસ સલ્ફેટ આપવું અથવા ૦.૫ ફેરસ સલ્ફેટ + ૦.૨૫ ટકા ચુનાનું મિશ્ર દ્રાવણ છાંટવું.

ઉનાળુ ડાંગરમાં ધરૂ પીળુ થવાનું કારણ લોહ તત્વની ખામી છે. આ માટે જમીનમાં હેકટર દીઠ ૨૫ કિલો ફેરસ સલ્ફેટ આપવું અથવા ૦.૫ ફેરસ સલ્ફેટ + ૦.૨૫ ટકા ચુનાનું મિશ્ર દ્રાવણ છાંટવું.

ખારાશવાળી જમીનમાં ઘઉંના વાવેતર માટે લોક-૧ અને રાજ ૩૦૭૭ જાત પસંદ કરવી.

રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. નવી સુધારેલ જાતો રોગ પ્રતિકારક હોઇ આ જાતોનું વાવેતર કરવું. આમ છતાં રોગનો ઉપદ્રવ જણાય તો તેના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૦.૨ ટકાના દ્રવણનો ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

બાજરીમાં કુતુલ રોગ ખાસ કરીને ચોમાસામાં થાય છે. બાજરીમા; કુતુલ રોગ અટકાવવા માટે નીચે પ્રમાણે પગલાં લેવા જોઇએ.

 • રોગ પ્રતિકારક સંકર જાતોનું વાવેતર કરવું. જીએચબી-૫૨૬, જીએચબી-૫૫૮, જીએચબી-૫૭૭, જીએચબી- ૫૩૮ જાતો વાવવી
 • બિયારણને એપ્રોન ૩૫ એસ.ડી. ૬ ગ્રામ/કિલો અથવા રીડોમીલ એમઝેડ-૭૨ દવા ૮ ગ્રામ/કિલો પ્રમાણે દવાનો બીજને પટ આપી વાવેતર કરવું અને
 • પાક ફેરબદલી અપનાવવી.

અસરકારક દવા તરીકે ફેનવલરેટ ૦.૦૧ ટકા (૧૦લીટર પાણીમાં ૪ મિ.લી.) દવાનો છંટકાવ કરવો.

દિવેલાનુંવધુ ઉત્પાદન મેળવવા માટે દિવેલાની સંકર જાતોજેવી કે જીસીએચ-૪, જીસીએચ-૫, જીસીએચ-૬, જીસીએચ-૭ જાતો બહાર પાડેલ છે.

શેઢાપાળા ઉપર ઉગી નીકળેલ નીંદણ જેવાકે ગાજર ઘાસ (કોંગ્રેસ ઘાસ), જંગલી ભીંડા, ગાડર તેમજ અન્ય નીંદણના ઉપદ્રવિત છોડ ઉખાડીને બાળીને નાશ કરવાથી આ જીવાતનાઉપદ્રવને ફેલાતો રોકી શકાય છે. શેઢાપળા ઉપર જંતુનાશકદવમનીભૂકી જેવીકે મિથાઇલ પેરાથીઓન ૨ ટકા કે કિવનલફોસ ૧.૫ ટકા ભૂકીનો છંટકાવ કરવાથી ઉપદ્રવને કાબુમાંરાખી શકાય છે. એકની એક જંતુનાશક દવાનો ઉપયોગન કરતાં વારાફરતી જુદી જુદી જંતુનાશક દવાનોછંટકાવ ૧૦ થી ૧૫ દિવસનાઅંતરેકરવાની ભલામણ કરવામાં આવે છે. જંતુનાશક દવા સાથે સાબુના પાવડરમાંથીબનાવેલ દ્રાવણઅવશ્ય ભેળવવું. નીચેની કોઇ પ્ણ દવાનો૧૦ લીટર પાણીમાં ભેળવીછંટકાવકરવો.

 • કલોરપાયરીફોસ ૨૦ ટકા ઇ.સી. – ૨૫ મિ.લી.
 • કિવનલફોસ૨૫ ટકા ઇ.સી. -૨૦ મિ.લી.
 • પ્રોફેનોફોસ ૫૦ ટકા ઇ.સી. – ૨૦ મિ.લી.
 • મેલાથીઓન ૫૦ ટકા ઇ.સી. – ૨૦ મિ.લી.
 • મોનોક્રોટોફોસ ૩૬ ટકા - ૧૨ મિ.લી.
 • ડાયકલોરવોસ ૭૬ ટકા -૧૦ મિ.લી.
 • મિથાઇલ પેરાથીઓન ૫૦ ટકા ઇ.સી.- ૧૨ મિ.લી.
 • મિથાઇલ-ઓ-ડિમેટોન ૨૫ ટકા ઇ.સી.-૧૦ મિ.લી.
 • એસીફેટ ૭૫ ટકા સોલ્યુબલ પાવડર - ૧૫ મિ.લી.

સોયાબીનની ગુજરાત સોયાબીન-૧, ગુજરાત સોયાબીન-૨ તથા જે.એસ.૩૫ જેવી જાતો વવાય છે. મોટા અને પીળાશપડતા સફેદ દાણા ધરાવતી જે.એસ. ૩૩૫ નામની જાત સારી છે.

Go to Navigation