બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

બિયારણ સાહાય ના ઘટકો

સીડ વિલેજ યોજનામાં માં સહાય (૧૦૦% કેન્દ્ર પુરસ્કૃત) -- ૨૦ ગુંઠા વિસ્તાર માટે જરૂરી પ્રમાણિત બિયારણ ના ખર્ચ ના ૫૦% મુજબ સહાય સીડ વિલેજના ૫૦ ખેડૂતોના એક બ્લોક માટે બીજ ઉત્પાદનની ત્રણ તાલીમ માટે રૂ.૧૫૦૦૦/-ની મર્યાદા માં હોવી જોઈએ

સીડ વિલેજ યોજનામાં માં સહાય (રાજ્ય પુરષ્કૃત)

સીડ વિલેજ યોજના હેઠળ પસંદ થયેલ લાભાર્થી ખેડૂતને ધારણ કરેલ જમીન ની મર્યાદામાં હોવી જોઈએ વધુમાં વધુ ૧.૮૦ હેકટર વિસ્તાર માટે ભલામણ થયેલ જરૂરી જથ્થાના પ્રમાણિત બિયારણના ખર્ચના ૫૦% મુજબ સહાય આપવામાં આવે છે.

શેરડીના ટીસ્યુકલ્ચર બીયારણમાં સહાય

શેરડીના ટીસ્યુકલ્ચર બીયારણથી બીજ ઉત્પાદન ને પ્રોત્સાહિત કરવા માટે સુગરકેન સીડ વિલેજ યોજનાનો રાજ્યની સહકારી સુગર ફેકટરીઑ દ્વારા તેમના સભાસદ ખેડૂતો માટે ટીસ્યું કલ્ચર ના " F” (ટીસ્યું પ્લાન્ટ) માટે હેકટરે રૂ. ૪૯,૩૨૬/- અને ખેતી ખર્ચમાં ૨૦% મુજબ હેકટરે રૂ.૧૮,૭૦૦/- સહાય તથા " F-1” (ટીસ્યું પ્લાન્ટ નું બીજા વર્ષનો છોડ) માટે માટે હેકટરે રૂ. ૨૩,૮૨૬/- અને ખેતી ખર્ચમાં 20% મુજબ હેકટરે રૂ.૧૬,૪૦૦ /- સહાય આપવામાં આવે છે.

બીજ નિગમ મારફત ઘઉનું પ્રમાણિત બીજ ઉત્પાદન કરતાં ખેડૂતોને પ્રોકયોરમેંટ

રેટ માં પ્રોત્સાહન સહાય -- રાજ્યમાં બીજ નિગમ મારફત ઘઉનું પ્રમાણિત બીજ ઉત્પાદન કરતાં ખેડૂતોને બીજ નિગમ દ્વારા ચૂકવવામાં આવતા પ્રોકયોરમેંટ દર ઉપરાંત ક્વિન્ટલ દીઠ રૂ.૨૦૦/- વધારાની પ્રોત્સાહન સહાય ચૂકવવામાં આવે છે.

પ્રમાણિત બીજ વિતરણ આઇ પી એમ મટીરીયલ

અ) એ.જી.આર-૬: કિંમતના ૫૦% અથવા વધુમા વધુ રૂ. ૧૨૦૦/- ક્વી. છેલ્લા ૧૦ વર્ષની જાત(varieties) માટે. સંકર જાત (Certified hybrids) માટે કિંમતના ૫૦ % અથવા વધુ મા વધુ રૂ. ૨૫૦૦/- ક્વી. છેલ્લા ૧૦ વર્ષની જાત માટે. ખાતા દીઠ વધુમાં વધુ પાંચ હેકટર માટે બ) એન.એફ.એસ.એમ. કઠોળ: રૂ. ૨૫૦૦/ પ્રતિ ક્વિન્ટલ ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર ક) એન.એફ.એસ.એમ. ઘંઉ: પ્રમાણીત બિયારણની કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૦૦૦/- પ્રતિ કિવન્ટલ બેમાંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર ડ) એન.એફ.એસ.એમ. ચોખા:બિયારણની કિંમતના ૫૦ ટકા અથવા પ્રતિ કિવન્ટલ રૂ.૫૦૦૦/-બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર

ઘાસચારા કીટસ

નીચે પ્રમાણે ના એકરદીઠ જરૂરી ઘાસચારા બિયારણ જથ્થાની કિમતના ૭૫% સહાય, વધુમા વધુ રુ.૧૨૦૦ /એકર્. એ.જી.આર-૫૯: જુવાર SSG-૨૧ કિગ્રા./એકર. મકાઇ આફ્રિકન ટોલ- ૨૧ કિગ્રા./એકર. રજકા બાજરી -૬ કિગ્રા./એકર. રજકો -૬ કિગ્રા./એકર.

Go to Navigation