બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
અમારા વિષે

પરિચય

ગુજરાત સરકારનો કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ તેના હસ્‍તકની કૃષિ અને સંલગ્ન બાબતોબાગાયત, ભૂમિ સંરક્ષણ, ડેરી વિકાસ, પશુપાલન, અને સહકારની પ્રવૃત્‍તિઓ માં નીતિ / યોજનાઓનું ઘડતર અને ખાતા દ્વારા અમલીકરણ, નિરીક્ષણ અને દેખરેખની કામગીરી કરે છે. બાગાયત ખેતીનો રાજ્યનો વિસ્‍તાર અને તેમાં થતાં વધારા તેમ જ બાગાયતી પ્રવૃતિઓના મહત્‍વને લઈ બાગાયત પ્રવૃતિઓ ખેતી ખાતાથી અલગ કરી બાગાયત ખાતુ રચવામાં આવેલ છે.

કૃષિ અને કૃષિ વિષયક અન્‍ય બાબતોમાં શિક્ષણ અને સંશોધનની કામગીરી કરવા વિભાગ હેઠળચાર કૃષિ વિશ્વવિદ્યાલય કાર્યરત છે. વિભાગની પ્રવૃતિઓ ના નીતિ ઘડતરમાં સલાહ, મદદ, કાર્યક્રમોના અમલીકરણ અને દેખરેખ રાખવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ખાતાના વડા, નિગમો, સમિતિ કે અન્‍ય સંસ્‍થાઓ કામ કરે છે.

ખેતીવાડી ખાતાના મુખ્‍ય ઉદેશ ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્‍ધતિઓનું માન આપી, જુદી જુદીયોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્‍પાદકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે.

બાગાયત ખાતાનો મુખ્‍ય ઉદ્દેશ ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓનું જ્ઞાન આપી જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા બાગાયત પાકોની ઉત્‍પાદકતા અને પેદાશોમાં વધારો કરી ખેડૂતોની આવક વધારવાનો છે. રાજ્યમાં પશુપાલન, મરઘાં, ડેરી અને ઘાસચારાનો વિકાસ કરવા સાથે પશુ સારવાર, રોગ નિયંત્રણ, પશુધનનું રોગ સામે રક્ષણ વગેરે યોજનાઓનો ક્ષેત્રિય અધિકારીઓ મારફતે અમલ કરાવવા માટે અને રાજ્યમાં પશુપાલનની સમગ્ર પ્રવૃતિઓનું સંચાલન કરવા પશુપાલન નિયામકી તંત્ર ગોઠવેલ છે.

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓનો મુખ્‍ય ઘ્‍યેય કૃષિ સંશોધન, શિક્ષણ અને વિસ્‍તરણની શિક્ષણ પ્રવૃતિઓના સંકલન દ્વારા કૃષિ ઉત્‍પાદન વધારવાનું અને તે દ્વારા ગ્રામીણ પ્રજાની આર્થિક સ્‍થિતિ સુધારવાનું છે.

જમીન વિકાસ નિગમ ભૂમિ અને જળની યોગ્‍ય માવજત કરીને ભૂમિનું ધોવાણ અને ભૂમિના કિંમતી પોષક દ્રવ્‍યોના ધોવાણને અટકાવી જમીન નવ ઉત્‍પાદકતામાં સુધારો કરી શકાય, ગ્રામીણ વિસ્‍તારોમાં આનુષંગિક વિકાસને ઉત્તેજન આપવાની સાથોસાથ ભૂમિ અને જળ સંરક્ષણના ક્ષેત્રમાં સંકલિત અભિગમ અપનાવવાનો વ્‍યૂહ નિગમે રાખેલ છે.

ખેતીવાડી ખાતાના મુખ્‍ય ઉદેશ ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્‍ધતિઓનું માન આપી, જુદી જુદીયોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્‍પાદકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે.

બાગાયત ખાતાનો મુખ્‍ય ઉદ્દેશ ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓનું જ્ઞાન આપી જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા બાગાયત પાકોની ઉત્‍પાદકતા અને પેદાશોમાં વધારો કરી ખેડૂતોની આવક વધારવાનો છે. રાજ્યમાં પશુપાલન, મરઘાં, ડેરી અને ઘાસચારાનો વિકાસ કરવા સાથે પશુ સારવાર, રોગ નિયંત્રણ, પશુધનનું રોગ સામે રક્ષણ વગેરે યોજનાઓનો ક્ષેત્રિય અધિકારીઓ મારફતે અમલ કરાવવા માટે અને રાજ્યમાં પશુપાલનની સમગ્ર પ્રવૃતિઓનું સંચાલન કરવા પશુપાલન નિયામકી તંત્ર ગોઠવેલ છે.

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓનો મુખ્‍ય ઘ્‍યેય કૃષિ સંશોધન, શિક્ષણ અને વિસ્‍તરણની શિક્ષણ પ્રવૃતિઓના સંકલન દ્વારા કૃષિ ઉત્‍પાદન વધારવાનું અને તે દ્વારા ગ્રામીણ પ્રજાની આર્થિક સ્‍થિતિ સુધારવાનું છે.

જમીન વિકાસ નિગમ ભૂમિ અને જળની યોગ્‍ય માવજત કરીને ભૂમિનું ધોવાણ અને ભૂમિના કિંમતી પોષક દ્રવ્‍યોના ધોવાણને અટકાવી જમીન નવ ઉત્‍પાદકતામાં સુધારો કરી શકાય, ગ્રામીણ વિસ્‍તારોમાં આનુષંગિક વિકાસને ઉત્તેજન આપવાની સાથોસાથ ભૂમિ અને જળ સંરક્ષણના ક્ષેત્રમાં સંકલિત અભિગમ અપનાવવાનો વ્‍યૂહ નિગમે રાખેલ છે.

મીશન / વિઝન

  • ઊંચી ઉત્પાદક્તા સાથે ૬.૮ ટકા નો વિકાસ.
  • પાંચ વર્ષમા ખેડુતો અને ખેતમજુરો ની આવકમાં બમણો વધારો કરવો.
  • ખાધ સુરક્ષાની ખાતરી આપવી.
  • સુક્ષ્મ સિંચાઇ દ્વારા મૂળભૂત જળસ્ત્રોતની બચત.
  • કૃષિ પેદાશોનુ મુલ્ય્વર્ધન અને નિકાસ માટે પ્રોત્સાહન.

ધ્યેય અને હેતુઓ

ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦માં ગ્રામ્ય વસ્તીની જેમાં સાધનોની ખામીથી ગરીબ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. તેની જીવનની ગુણવત્તામાં તેમની રોજગારીની તકો વધારી અને આવક વધારીને સુધારો કરવાની કલ્પના છે. ભૂતકાળમાં અન્નના ઉત્પાદનમાં વધારો કરવા તરફી કે ઉત્પાદનલક્ષી પ્રયત્નો હતા તેનાથી વિપરીત ઉદારીકરણ અને વૈશ્વીકરણના સંદર્ભમાં કૃષિ પ્રક્રિયા અને કૃષિ વેપાર મારફતે મૂલ્ય વૃદ્ધિ અને માંગ આધારિત કૃષિ તરફી નવો ઝોક રહેશે

વધુ માહિતી

પ્રવૃત્તિઓ

ખાતાના વડાઓ

ખેતી નિયામક

ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે અને તે પોતાની આજીવિક પ્રત્યક્ષ રીતે આ વ્યવસાય માંથી મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ એ રોજગારી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને ગામડાના સર્વાગી વિકાસનુ સાધન છે. ગુજરાતની બીજી હરીયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર હોય છે. કૃષિ મહોત્સવ અને કૃષિ સહાય યોજનાઓ થકી સર્વે ગ્રામજનો ખેતીની નવીન ટેકનોલોજીના મહત્તમ લાભ લે અને તે દ્રારા પોતાની ખેતી સમૃધ્ધ કરી રાજય અને દેશને પણ સમૃધ્ધ બનાવે તે માટે કૃષિ ખાતા દ્રારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

બાગાયત નિયામક

રાજયમાં બાગાયતી વિકાસને વેગ આ૫વા ૧૯૯૧ થી રાજયમાં અલગ બાગાયત ખાતાની રચના કરવામાં આવેલ છે. જેનો ઉદ્દેશ આ ક્ષેત્રના સંર્વાંગી વિકાસ કરવાનો છે. જેના કારણે બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થયેલ છે અને બાગાયતી પાકોનું ૧૯૯૧-૯૨ થી અત્યાર સુધીવાવેતર તથા ઉત્પાદન અંદાજીત ચાર ગણું થયેલ છે.

જે માટે બાગાયતી ખેતીની શરુઆતથી તેની કાપણી પછીની વ્યવસ્થા સુધીની તમામ શ્રૃંખલા સુદઢ બનાવવાનુંઆયોજન અને સ્ટ્રેટેજી નકકી કરવામાં આવી છે અને બાગાયત ખાતા તરફથીવિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવી રહયું છે. જે માટે જરુરી પોલીસી અને સહાયક યોજનાઓ અમલમાં મુકી છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

પશુપાલન નિયામક

૧લી મે ૧૯૬૦ થી ગુજરાત રાજ્યની સ્થાપના થતાં પશુપાલન ખાતુ અસ્તિત્વમાં આવેલ છે, જે ગુજરાત સરકારનાકૃષિ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગ હેઠળ કાર્યરત છે.

પશુપાલન ખાતા મારફતે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન દ્વારા પશુઓનું ઉત્પાદન વધારવા સાથે, સ્થાનિક ઓલાદોનું જતન, પશુપક્ષીઓને રોગોથી રક્ષણ જેવી અનેક બાબતો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

આ ખાતાની મુખ્ય પ્રવૃત્તિઓમાં પશુ આરોગ્ય જાળવણી અને પશુઓલાદ સુધારણા તેમજ તમામ પ્રકારના પશુઓ જેવાકે ગાય, ભેંસ, ઘેંટા, બકરાં, ઘોડા, ઊંટ અને મરઘાં ઉછેરના વિકાસનો સમાવેશ થાય છે

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ

દેશની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે. ગામડામાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે. ૧૯મી સદીમાં ખેડૂતોને ખેતી માટે પડતી નાણાંકિય જરૂરિયાત ગામના શેઠ શાહુકારો ઊંચા વ્યાજના દરે પુરી પાડતાં તે સંજોગોમાં ખેડૂત વ્યાજનું વ્યાજ અને ઉપરનું વ્યાજ ભરી આર્થિક રીતે પાયમાલ થઇ જતા હતા. ખેડૂતોને જોઇતા નાણાં સસ્તા વ્યાજે મળે અને સહેલાઇથી મળે તો જ ખેડૂતોને આર્થિક પ્રશ્ન ઉકેલાય તેમ હતો. તે માટે લેન્ડ ઇમ્પ્રુવમેન્ટ લોન્સ એક્ટ ૧૯૮૩ તથા ખેડૂતો માટે ધિરાણનો કાયદો ૧૮૮૪ ઘડી કાઢવામાં આવેલ છે.

ખેડૂતોને ખેતી માટે જોઇતા નાણાંની સગવડ સસ્તા વ્યાજના દરે ન્યાય અને સહેલાઇથી વ્યાજબી શરતોએ નાણાં મળે તોજ ખેડૂતોનો આર્થિક પ્રશ્ન ઉકેલાય તેમ હતો. તે માટે તે વખતની કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તે સમયે યુરોપમાં સર રેફ્રીજને ગ્રામ્ય શરાફ મંડળીઓ સહકારી ધોરણે શરૂ કરેલી. આથી સહકારી પદ્ધતિનો ઉપયોગ ભારતના ગ્રામ્ય વિસ્તારના આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે કરવાનો િવચાર તે વખતની મદ્રાસ સરકારે કર્યો અને સર ફેડ્રિક નિકોલ્સને યુરોપના પ્રવાસે મોકલ્યા. સર નિકોલ્સને ત્યાં ચાલતી ખેતી વિષયક પેઢીઓનો સાંગોપાંગ અભ્યાસ કરીને એક વિસ્તૃત અહેવાલ રજુ કર્યો. તે અહેવાલનો નિચોડ હતો, ‘‘રેફ્રીજન શોધી કાઢો’’ રેફ્રીજને રૂ કરેલી ગ્રામ્ય શરાફી મંડળીઓની જેમ સહકારી મંડળીઓ આ દેશમાં શરૂ કરવાથી ગ્રામ્ય વિસ્તારમાં સારી આર્થિક પ્રગતિ સાધી શકાશે તેવો સર નિકોલ્સનના અહેવાલને લક્ષમાં રાખીને ભારતના તે વખતના કેટલાક પ્રાન્તોમાં આ પ્રકારની સહકારી મંડળીઓ શરૂ કરવામાં આવી.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

મત્સ્યોધ્યોગ કમિશ્નર

ભારતના પશ્ચિમ કિનારે આવેલ ગુજરાત રાજય દેશનો ૧/૫ ભાગનો દરિયા કિનારાનો વિસ્‍તાર તેમજ ઇકોનોમીક એકસકલુઝીવ ઝોન ધરાવતો હોઇ મત્‍સ્‍યોદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્‍થાન ધરાવતું રાજય છે. જે દેશના કુલ દરીયાઇ ઉત્‍પાદનમાં ૨૫% જેટલો ફાળો આપે છે. વળી ૬ મોટા જળાશયો તથા નાના મોટા જળાશયો તથા સરદાર સરોવરના કમાન્‍ડ એરીયાથી આંતરદેશીય મત્‍સ્‍યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે.

૩.૭૬ લાખ હેકટર જેટલો ભાંભરાપાણીનો વિસ્‍તાર ધરાવતું રાજય હોઇ વલસાડ, સુરત, ભરૂચ જેવા દરિયાઇ વિસ્‍તારના જીલ્‍લાઓમાં ભાંભરાપાણી મત્‍સ્‍યોદ્યોગના વિસ્‍તારની વિપુલ તકો ધરાવે છે. જે ઝીંગા જેવી વધુ કિંમત ધરાવતી માછલી મળે છે. માછલી માછીમારોને આર્થિક રીતે પગભર કરવામાં મદદરૂપ થઇ શકે તેમ છે. રાજયમાં ૧૦૫૮ મત્‍સ્‍યગામોમાં ૫.૫૯ લાખ માછીમારોની વસ્‍તિમાં ૨.૧૮ લાખ સક્રિય માછીમારોછે. જેઓ ૨૩૯૧૭ યાંત્રિક હોડીઓ તથા ૧૨૧૬૩ બિન યાંત્રિક હોડીઓ મળી કુલ ૩૬૦૯૦ હોડીઓ સાથે મત્‍સ્‍ય પકડાશ દવારા દરીયાઇ મત્‍સ્‍ય ઉત્‍પાદન ૬.૯૨ લાખ મે.ટન તથા આંતરદેશીય મત્‍સ્‍ય ઉત્‍પાદન ૦.૯૧ લાખ મે.ટન જેમાંથી ૧.૯૭ લાખ મે.ટન પરદેશ નિકાસ કરી રૂ. ૨૫૩૩.૯૯ કરોડનું વિદેશી હૂડીયામણ કમાવી દેશના આર્થિક વિકાસમાં મહત્‍વનો ફાળો આપે છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

ખાંડ નિયામક

ભા૨તમાં ખાંડ ઉદ્યોગો ખેતી ઉ૫૨ આધારિત સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ભા૨તીય અર્થતંતૂમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને ભા૨તમાં ખાંડનું ઉત્પાદન વિશ્વમાં બીજા નંબ૨ છે.

૧૯૦ લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી ૫૫૪ જેટલી ખાંડ ફેકટરીઓ છે. ખાંડની આ કં૫નીઓ (કા૨ખાનાઓ ) ભા૨તમાં ૧૮ જેટલા રાજયોમાં આવેલી છે. તેમજ તેમાંની લગભગ ૬૦ ટકા સહકારી ક્ષેત્રની છે.

ગુજરાત રાજયમાં ૬૫,૦૦૦ ટન ની ઉત્પાદન ક્ષમતાં ધરાવતા ૧૭ જેટલા ખાંડ કા૨ખાનાઓ કાર્ય૨ત છે. આ તમામ કા૨ખાનાઓ સહકારી ક્ષેત્રનાજ કા૨ખાનાઓ છે.

ગુજરાતમાં ખેતીલાયક ૧ર૫ લાખ હેકટર જમીનમાંથી ૧.૯૦ લાખ હેકટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર

ગુજરાત રાજ્યમાં તાલુકાના મુખ્ય મથકો તથા અન્ય મોટા વેપારના સ્થળોએ ૧૯૬ મુખ્ય યાર્ડ અને ૨૦૪ સબ યાર્ડ મળી કુલ ૪૦૩ જેટલા મંડી બજારો છે. આ સ્થળોએ જે તે વિસ્તાર માટે નિયંત્રણમાં લીધેલ ખેત ઉત્પન્્ના વેચાણ માટે આવે છે. અને તેનું નિયંત્રણ ગુજરાત ખેત બજાર અધિનિયમ ૧૯૬૩ હેઠળ કરવામાં આવેલ છે. અને તેના સંચાલન માટે ખેતીવાડી ઉત્પન્્ના બજાર સમિતિઓની રચના કરવામાં આવેલ છે. સામાન્ય રીતે દરેક તાલુકા મથકોએ ખેત ઉત્પન્્ના ખરીદી અને વેચાણ માટે જાહેર કરેલ મુખ્ય ચોગાન હોય છે. અને તે સ્થળે બજાર સમિતિની રચના કરવામાં આવેલ છે. જેથી ખેડુતો તેમનો માલ સીધો બજાર ચોગાનમાં લાવીને હરરાજી દ્વારા વેચી શકે અને તેના ઉત્પન્્નાના વ્યાજબી ભાવો તેમજ સાચો તોલ મેળવી શકે

સને ૨૦૧૧-૨૦૧૨ એટલે કે તા. ૩૧-૩-૨૦૧૧ ના અંતે ગુજરાત રાજ્યમાં કુલ ૨૦૭ બજાર સમિતિઓની રચના કરવામાં આવેલ છે. અને રાજ્યના સમગ્ર વિસ્તારને બજાર ધારા હેઠળ આવરી લેવાયેલ છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

મુખ્ય કાર્યપાલક અધિકારી, નિરિક્ષણ અને અન્વેષણ સમિતિ

ગુજરાત રાજયમાં ખેતીની સાથે ૫શુપાલનનો પૂરક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે. પૂરક રોજગારી આ૫વામાં આ ઉદ્યોગનું મહત્વયનું પ્રદાન છે. રાજયની શ્વેતક્રાંતિ અને અમૂલ પેટર્ન એ વિશ્વમાં પ્રખ્યા્ત છે. ગ્રામ્યર વિસ્તાંરોમાં દૂધાળા ૫શુઓ ધરાવતા શખ્સોને તેના દૂધના વ્યાજબી ભાવ મળી રહે તે સારૂ સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદક સહકારી સંઘોની રચના કરવામાં આવી છે. તા.૩0-૦૯-૧૩ ના અંતે રાજયમાં ૧૩,૯૭૮ પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અસ્તિત્વ ધરાવે છે.

દૂધઉત્પાદક સહકારી મંડળીઓ સભાસદો પાસેથી દૂધ એકત્રિત કરી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને પુરૂ પાડે છે. જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો દૂધનું વિવિધ સ્વનરૂપે રૂપાતર કરી ઘી, માખણ, ૫નીર, મિલ્ક પાવડર, ચોકલેટ, મીઠાઈ, આઈસ્ક્રીમ જેવી ચીજો ઉત્પાદન કરે છે. રૂપાતર ઘ્વારા આ સંઘો તેની સભ્ય મંડળીઓના દૂધના વ્યાજબી ભાવ પૂરા પાડે છે. રાજયમાં હાલમાં કુલ ૧૭ દૂધ ઉત્પાદક સહકારી સંઘો કાર્યરત છે. જેની પાસે અદ્યતન સ્વારૂ૫ના ડેરીના પ્લાન્ટ છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ

ટ્રીબ્‍યુનલના અધ્‍યક્ષશ્રી અને સભ્‍યશ્રીઓની નિમણુંક ગુજરાત રાજ્ય સહકારી મંડળીઓના અધિનિયમની કલમ-૧૫૦ હેઠળ નિયમ-૭૮ અન્‍વયે સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. અધ્‍યક્ષશ્રીને ખાતાના વડા તરીકે સરકારશ્રીએ જાહેર કરેલા છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

બોર્ડ / કોર્પોરેશન

ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી

ગુજરાત રાજ્યમા પાકનું ઉત્‍પાદન મેળવવામાં ખેત સામગ્રીઓ જે વપરાય છે તેમાં બીજનું સ્‍થાન મહત્‍વનું છે. ખેડૂતોને શુદ્ધ, ખાત્રીવાળુ પ્રમાણિત બીજ મળી રહે તેના માટે ભારત સરકારે બિયારણ અધિનિયમ ૧૯૬૬ અને બિયારણ નિયમો ૧૯૬૮ અમલમાં મુકેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા માન્‍ય (નોટીફાઇડ) જાતોને આ નિયમો લાગુ પાડેલ છે. બીજની શુદ્ધતા, આનુવંશિક ગુણધર્મો જળવાઇ રહે તે માટે બીજ પ્રમાણનની કાર્ય પદ્ધતિ પ્રસ્‍થાપિત કરેલ છે. રાજ્યમાં બીજ પ્રમાણનની જવાબદારી બીજ પ્રમાણન એજન્‍સીને સોંપેલ છે.

બીજ પ્રમાણન માટે સને ૧૯૭૧મા ઇંડીઅન મીનીમમ સીડ સર્ટીફીકેશન સ્‍ટાન્‍ડર્ડ નક્કી કરવામાં આવ્‍યા હતા. વર્ષો વર્ષ નવા પાકો, નવી જાતો ને નોટીફાઇડ કરવામાં આવે છે. ખેતીના નવા સંશોધનો બીજ પ્રમાણનનાં અનુભવો, મુશ્‍કેલીઓના અભ્‍યાસ બાદ કેન્‍દ્ર સરકારશ્રીએ સીડ સર્ટીફીકેશન સ્‍ટાન્‍ડર્ડમાં સુધારા વધારા કરવા તાંત્રિક સમિતિની રચના કરી, સુધારેલા ન્‍યુનત્તમ ધોરણોને કેન્‍દ્ર સરકારશ્રીના કૃષિ વિભાગના મેમોરેન્‍ડમ નંબર ૧૮-૯-૮૮ એસ.ડી. ૪ તારીખ ૨૬-૭-૧૯૮૮ થી મંજુરી આપેલ છે. આ સુધારેલ સ્‍ટાન્‍ડર્ડ ખરીફ ૧૯૮૮ થી અમલમાં આવેલ છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

ગુજરાત રાજ્ય વેરહાઉસીંગ કોર્પોરેશન

ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશનની સ્થાપના વેરહાઉસીંગ કોર્પોરેશન્સ એકટ, ૧૯૬ર હેઠળ તા. પ-૧ર-૧૯૬૦ નાં રોજ કરવામાં આવેલ છે. અમો ગુજરાત ભરમાં વૈજ્ઞાનકિ ઢબે સંગ્રહની સુવિધા પુરી પાડીએ છીએ.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ઘ્વારા વર્ષ ૧૯પ૦ માં રચવામાં આવેલ ઓલ ઈન્ડીયા રૂરલ ક્રેડીટ સરવે કમીટિએ તેમનાં વર્ષ ૧૯પ૪ નાં રીપોર્ટમાં ભલામણ કરેલ કે સંગ્રહ અંગે કોઈ માળખું ગોઠવવામાં આવે અથવા સરકારશ્રીનાં નેજા હેઠળનાં જાહેર સાહસ ઘ્વારા સંગ્રહની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, ઉપરાંત સંગ્રહની રિસીપ્ટ ઉપર ઔઘોગકિ ધિરાણ સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટેનાં તમામ પગલાં લેવાની ગોઠવણ કરવા ભલામણ કરેલ. કમીટિની ભલામણનાં અનુસંધાને પાર્લામેન્ટ ઘ્વારા એગ્રીકલ્ચરલ પ્રોડયુસ (ડેવલપમેન્ટ એન્ડ વેરહાઉસીંગ) એકટ, ૧૯પ૬ મંજુર કરવામાં આવ્યો, જે પાછળથી બદલાઈને ધી વેરહાઉસીંગ કોર્પોરેશન એકટ, ૧૯૬ર થયેલ છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

ગુજરાત રાજ્ય ઘેંટા અને ઉન વિકાસ નિગમ લિમિટેડ

આ નિગમની સ્‍થાપના કંપની ધારા, ૧૯પ૬, હેઠળ ડિસેમ્‍બર, ૧૯૭૦, માં કરવામાં આવેલ છે.

ગુશીલ રાજ્યમાં ઘેટાં અને ન વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓ કરતું વ્યાપક સેવા અને ખરીદ-વેચાણ સંગઠન છે. ઘેટા સંવર્ધકની આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી આ નિગમ ૧૯૭૦માં સ્થપાયું હતું.

ગુશીલની પ્રવૃત્તિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે.

  • ઊનનાં પ્રાપ્તિ અને વેચાણ
  • સૂતર અને શેતરંજી અને ઊનની વસ્તુઓનું ખરીદ-વેચાણ
  • ગુજરાતની ઘેટાંની વસ્તીના આરોગ્યનું આવરણ
  • સંવેર્ધન સુધારણા
  • તાલીમ

આ નિગમનું રાજ્યમાં સુસ્થાપિત માળખું છે. ગુશીલ રાજ્ય/કેન્દ્ર સરકારનાં નાણામાંથી અને પોતાના સ્ત્રોતમાંથી જુદી જુદી યોજનાઓ મારફત વિકાસ અને ખરીદ-વેચાણ પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

ગુજરાત મત્સ્યોધ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ

ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ, ગુજરાત રાજ્યની માછીમાર સહકારી મંડળીઓની ટોચની સહકારી સંસ્થા છે. ગુજરાત સરકારના નાણાંકીય અને વહીવટી સમર્થનથી સને ૧૯૫૬માં સ્થાપવામાં આવેલ છે. સંસ્થા્ના કુલ ભરાયેલ રૂ.૮૭.૨૦ લાખના શેર હોલ્ડીંગમાં ગુજરાત સરકારનું આશરે ૭૮.૮૫ લાખનું મોટું શેર હોલ્ડીંગ છે. ગુજરાત સરકાર ઉપરાંત ૨૮૯ પ્રાથમિક સહકારી મંડળીઓ અને ૨૯૩૯ વ્યક્તિઓ ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રિત સહકારી સંસ્થા લિ.ના સભ્ય છે. સંચાલક મંડળમાં કુલ ૧૬ સભ્યો છે. ૯ નિયામકોને ગુજરાત સરકાર દ્વારા નિયુકત કરવામાં આવે છે. અને બાકીના માછીમાર સહકારી મંડળીઓ પૈકી ચુંટાયેલા સભ્યો છે. કૃષિ અને સહકાર વિભાગ (પશુપાલન ગૌસંવર્ધન અને મત્યોધોગ)ના સચિવ ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિ.ના અધ્યક્ષ છે. આ એસોસીએશનની રોજબરોજની વ્યયવસ્થા નું કામ વહીવટી સંચાલકશ્રી સંભાળે છે. જેની નિયુક્તિ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે.જેઓ અધિક કલેકટર કક્ષાના અધિકારી હોય છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ

‘‘ચલો ગાય કી ઔર... ચલો ગાંવ કી ઔર... ચલો પ્રકૃતિ કી ઔર...’’ ની ભારતીય સંસ્‍કૃતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી ગુજરાતને સ્વર્ણિમ વિકાસની દિશામાં આગેકુચ કરવાના હેતુસર ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. ભૌતિક સુવિધાઓથી સભર, સુખી, સંપન્‍ન, સમૃદ્ધ ગુજરાતને સુશિક્ષિત, સુરક્ષિત, સ્‍વસ્‍થ સ્‍વાવલંબી, સમરસ અને સંસ્‍કારી સમાજ વ્‍યવસ્‍થા તરફ લઇ જવાના પવિત્ર ઉદ્દેશથી ગુજરાત ‘રામરાજ્ય’ બનવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યું છે. સંસ્‍કારી સમાજ રચનાના ભાગરૂપે ગૌ આધારિત સમાજ વ્‍યવસ્‍થાના નિર્માણ હેતુ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સતત કાર્યરત છે.

‘‘ગૌસંવર્ધનમ... રાષ્‍ટ્ર વર્ધનમ’’ ઉક્તિને સાકાર કરવા ગૌરક્ષા, ગોપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારિત સામાજીક, આર્થિક અને આધ્‍યાત્‍મિક ઉત્‍કર્ષ દ્વારા શ્રેષ્‍ઠ રાષ્‍ટ્રના નિર્માણની ભૂમિકા ગુજરાતમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના માધ્‍યમથી કાર્યાન્‍વિત થઇ રહી છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ

The Gujarat State was carved out as a separate State on 1.5.1960 under the Gujarat Organization Act 1960 with the total area of 195024 sq.kms. Its population is 6.00 crores of which percentage of rural population is about 75 percent. nearly 90 lakhs farmers and farm workers are engaged in agricultural production which form about 65 percent of total work force in the State. The State is divided in to 26 districts with 225 talukas.

The Act for regulation of market was first enacted in the year 1939 during regime of former princely State of Baroda. The then Baroda State established regulated markets at Bodeli in the year 1937-38

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે

ગુજરાત લાઇવ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગરની સ્થાપના ૧૨ એપ્રિલ, ૨૦૦૨ ના રોજ કરવામાં આવી અને તા. ૩૧ માર્ચ, ૨૦૦૩ ના રોજ ચેરીટી કમિશનર માં તથા કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ હેઠળ નોંધણી કરવામાં આવી.

ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગર (Gujarat Livestock Development Board - Gandhinagar - GLDB) એ નેશનલ પ્રોજેક્ટ ફોર કેટલ એ‌ન્ડ બફેલો બ્રીડીંગ (NPCBB) - ૧૦૦% કે‌ન્દ્ર પુરસ્કૃત યોજના - માટે સ્ટેટ ઈમ્પ્લીમે‌ન્ટીગ એજ‌ન્સી (SIA) તરીકે નિમણૂંક પામેલ છે.

વધુ માહિતીબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે
Go to Navigation