બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
મત્સ્ય પાલન ની સાહાય યોજનાઓ

મત્સ્ય પાલન ની સાહાય યોજનાઓ

મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ

મત્સ્ય બીજ/ઝીંગા બીજની કિંમતના અને પરિવહન ખર્ચના ૫૦% અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ હોય તો ૧૦૦% સહાય. ખાતા/ જી.એફ.સી.સી.એ. પાસે ખરીદવાનુ રહેશે..

બોટ-જાળ

ખર્ચના ૫૦% અથવા (૧) ટીન બોટ-જાળ રુ.૭,૫૦૦/- (બોટ રુ.૫,૦૦૦/-અને જાળના રુ.૨૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે (૨) એફ.આર.પી. બોટ-જાળ રુ.૧૫,૦૦૦/-(બોટ રુ.૧૨,૫૦૦/- અને જાળના રુ.૨,૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે. જી.એફ.સી.સી/ઉત્પાદક ના અધિકૂત વિક્રતા પાસે ખરીદવાનુ રહેશે..

માછીમાર ના આવાસ

આવાસ દીઠ રુ.૫૦,૦૦૦/- ઓછાઓછામાં ૩૫ ચોરસ મીટરના બાંધકામ માટે.

મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય

ખર્ચના ૫૦% અથવા રુ. ૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે [(૧)ઇન્સ્યુલેટડ બોક્ષ રુ.૧,૦૦૦/- (૨)સાદુ બોક્ષ રુ.૫૦૦/- (૩)રેંકડી રુ.૨,૫૦૦/- (૪)વજનકાંટો યુનિટ રુ.૧,૦૦૦/-] (અનુસુચિત જાતિના પુરુષ લાભાર્થી મળવાપાત્ર). ખુલ્લા બજાર માંથી ખરીદવાનુ રહેશે.

પેટ્રોર્લીંગ બોટ

ખર્ચના ૫૦% અથવા રુ.૨.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે અનુસુચિત જાતિ ના કિસ્સામાં ખર્ચના ૭૫ % અથવા રુ.૩.૭૫ લાખ જે ઓછુ હોય તે મત્સ્ય પરિવહન માટે (૧) ફોર વ્હીલ વાહનની ખરીદ કિંમત ના ૭૫ % સહાય રુ.૪.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે (૨) થ્રી વ્હીલ વાહનની ખરીદ કિંમત ના ૭૫ % સહાય રુ.૧.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે.

રંગીન માછલી ની ગૃહ હેચરી

ખાતા તરફ થી ખર્ચના ૩૦% અથવા રુ. ૪૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે અને એન.એફ.ડી.બી. માંથી ખર્ચના ૫૦% અથવા રુ.૭૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે.

દરીયાઇ માછીમારી બોટને ડીઝલ ખરીદી પર વેટ રાહત

૧૦૦% સહાય. માન્ય પ્રટ્રોલપંપ પરથી ખરીદવાનું રહેશે.

ઇલેકટ્રીક સાધનો

(અ) બે બેટરી ધરાવતી બોટો માટે ના સાધનો (૧) ઇન્વર્ટર રુ.૮,૫૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે (૨)ઇલેકટ્રીક સગડીરુ.૩,૦૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે (૩)ઇલેકટ્રીક વોટર પંપ રુ.૩,૦૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે (૪)સી.એલ.એફ ટ્યુબરુ.૫૦૦/-ની ખરીદ કિંમત અથવા રુ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હો ય તે (બ) એફઆરપી બોટ માટેના સાધનો (૧) સોલાર ઇલેકટ્રીક લેન્ટર્નની કિંમત અથવા રુ.૩,૫૦૦/- બે માંથી જે ઓછુ હો ય તે.

લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ

ખર્ચના ૫૦% અથવા રુ.૨૦,૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે [(૧)(લાઇફ જેકેટ રુ.૧૦ ,૦૦૦/- (૬ નંગ) (૨) લાઇફ બોય રીંગ રુ.૫,૦૦૦/- (૨ નંગ) (૩) ઇમર્જન્સી લાઇટ રુ.૫,૦૦૦/-(૨ નંગ) ].

Go to Navigation