બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

સુગંધિત તથા ઔષધિય પાકોના વાવેતર

રાજયમાં વાવેતર થતા તેમજ વાવેતરની શકયતા ધરાવતા તમામ ઔષધિય અને સુગંધિત પાકો નુ ખેડૂતે પોતાની જમીનમાં નવુ વાવેતર કરેલ હોય તેઓને ઔષધિય/સુગંધિત પાકો માટે પ્રતિ હેકટરે થતાઅંદાજીત રૂ-૧૫,૦૦૦/- ના ખેતી ખર્ચને ઘ્યાને લઈ ખરેખર ખેતી ખર્ચના ૭૫% કે હેકટર દીઠ રૂ-.૧૧,ર૫૦ સુધી ૦-ર૦ હેકટર થી ૪-૦૦ હેકટરના વાવેતરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે.

ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ

ખર્ચના ૫૦ ટકા અથવા ` ૨.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે. વ્યક્તિ, ખેડુત, ઉત્પાદક ખેડુત જૂથ, સહકારી સંસ્થા કે કોર્પોરેટ સેકટરને યોજનાનો લાભ મળવાપત્ર રહેશે. બોઇલર, ડ્રાયર, ડ્ર્મ, મિક્ક્ષર, પલ્પર, પેકીંગ મશીન વિગેરે સાધનો ખરીદવાના રહેશે.

વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)

યુનિટ કોસ્ટ- રૂ.૧.૦૦ લાખ / હે. ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૪૦,૦૦૦/હે.

અન્ય સુગંધિત પાકો

યુનિટ કોસ્ટ- રૂ.૦.૪૦ લાખ / હે. ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૧૬,૦૦૦/હે.

દરીયાઇ માર્ગે ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ

વાહતુક બિલના ૨૫ ટકા સહાય, મહત્તમ ` ૫૦,૦૦૦ પ્રતિ વાહતુક બીલ.

પ્રતિ વર્ષે એક લાભાર્થીને વધુમાં વધુ ` ૨.૫૦ લાખ સુધીની મર્યાદામાં સહાય.

ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ ગ્રેડીંગના સાધનો, પીએચએમ ના સાધનો (વજન કાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) - સામાન્ય ખેડૂતને ખર્ચના ૫૦% કે ` ૨૫૦૦/-, ખેડૂત જુથો/સહકારી સંસ્થાઓને પીએચએમ ના સાધનો વસાવવા માટે ખર્ચના ૬૦% ` ૫.૦૦ લાખ સુધીની મર્યાદામાં સહાય.

દાંડી ફૂલો (કટ ફલાવર્સ)

યુનિટ કોસ્ટ- રૂ.૧.૦૦ લાખ / હે. નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૪૦,૦૦૦/હે. અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫%, મહત્તમ રૂ.૨૫,૦૦૦/હે.

કંદ ફૂલો

યુનિટ કોસ્ટ- રૂ.૧.૫૦ લાખ / હે. નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૬૦,૦૦૦/હે. અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫%, મહત્તમ રૂ.૩૭,૫૦૦/હે.

છુટા ફૂલો

યુનિટ કોસ્ટ- રૂ.૦.૪૦ લાખ / હે. નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૧૬,૦૦૦/હે. અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫%, મહત્તમ રૂ.૧૦,૦૦૦/હે.

Go to Navigation