About Us : Overview
સમિતિની રચના

ગુજરાત રાજયમાં ખેતીની સાથે પશુપાલનનો પૂરક ઉઘોગ તરીકે વિકાસ થયો છે. પૂરક રોજગારી આપવામાં આ ઉઘોગનું મહત્વનું પ્રદાન છે. રાજયની શ્વેતક્રાંતિ અને અમૂલ પેટર્ન એ વિશ્વમાં પ્રખ્યાત છે. ગ્રામ્ય વિસ્તારોમાં દૂધાળા પશુઓ ધરાવતા શખ્સોને તેના દૂધના વાજબી ભાવ મળી રહે, તે સારૂ સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદક સહકારી સંધોની રચના કરવામાં આવી છે. તા.૩૦-૦૬-ર૦૦૭ ના અંતે રાજયમાં ૧૧,૪૭૭ પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અસ્તિત્વ ધરાવે છે.

દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સભાસદો પાસેથી દૂધ એકત્રિત કરી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધોને પૂરૂ પાડે છે. જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધો દૂધનુ વિવિધ સ્વરૂપે રૂપાંતર કરી ધી, માખણ, પનીર, મિલ્ક પાવડર, ચોકલેટ, મીઠાઈ, આઈસ્ક્રીમ જેવી ચીજો ઉત્પાદન કરે છે. રૂપાંતર ઘ્વારા આ સંધો તેની સભ્ય મંડળીઓના દૂધના વાજબી ભાવ પૂરા પાડે છે. રાજયમાં હાલમાં કુલ ૧૩ દૂધ ઉત્પાદક સહકારી સંધો કાર્યરત છે. જેની પાસે અઘતન સ્વરૂપના ડેરીના પ્લાન્ટ છે.

જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધો ઘ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ અંગે અને સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનો યોગ્ય વિકાસ થાય, તે સારૂ તેને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવા અને ઉત્પાદિત માલના વેચાણની વ્યવસ્થા કરવા સારૂ રાજયકક્ષાનુ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અસ્તિત્વ ધરાવે છે.

ઉપરોકત આવકના સાધન તરીકે આર્થિક વિકાસમાં મહત્વનુ પ્રદાન પૂરૂ પાડતી આ પ્રવળતિને અસરકારક બનાવવા માટે ઓપરેશન ફલડ(ર) ના કાર્યક્રમના અમલીકરણના સંદર્ભે રાજય સરકાર અને ઈન્ડિયન ડેરી કોર્પોરેશન વચ્ચે થયેલા કરારને અનુલક્ષીને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધોને ઓડિટ અને સુપરવિઝન માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવાનું નકકી કરવામાં આવેલું છે. જે અન્વયે રાજયમાં નિરીક્ષણ અને અન્વેષણ સમિતિની રચના કરવામાં આવેલી છે. સરકારશ્રીની તા.૩૧-૦૭-૧૯૮૧ ની અધિસુચનાથી ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૯પ અને નિયમ ૩૯ અન્વયે સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ અધિક મુખ્ય સચિવશ્રી, સહકારના સીધા નિયંત્રણ હેઠળ કાર્યરત છે. સમિતિમાં નીચે મુજબના સભ્યશ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અધિક મુખ્ય સચિવશ્રી, સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર    અધ્યક્ષશ્રી
રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુ.રા., ગાંધીનગર           સભ્યશ્રી
મેનેજિંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત મિલક માર્કેટિંગ ફેડરેશન લિ. આણંદ   સભ્યશ્રી
મુખ્ય કાર્યપાલક અધિકારીશ્રી, નિરીક્ષણ અને અન્વેષણ સમિતિ, ગુજરાત રાજ્ય, અમદાવાદ સભ્યશ્રી
« Back