| ગુજરાત રાજ્યમાં બજાર સમિતિઓનો વ્યાપ અને વિકાસ |
ગુજરાત રાજ્યમાં તાલુકાના મુખ્ય મથકો તથા અન્ય મોટા વેપારના સ્થળોએ ૧૭૨ મુખ્ય યાર્ડ અને ૨૨૫ સબ યાર્ડ મળી કુલ ૩૯૭ જેટલા મંડી બજારો છે. આ સ્થળોએ જે તે વિસ્તાર માટે નિયંત્રણમાં લીધેલ ખેત ઉત્પન્્ના વેચાણ માટે આવે છે. અને તેનું નિયંત્રણ ગુજરાત ખેત બજાર અધિનિયમ ૧૯૬૩ હેઠળ કરવામાં આવેલ છે. અને તેના સંચાલન માટે ખેતીવાડી ઉત્પન્્ના બજાર સમિતિઓની રચના કરવામાં આવેલ છે. સામાન્ય રીતે દરેક તાલુકા મથકોએ ખેત ઉત્પન્્ના ખરીદી અને વેચાણ માટે જાહેર કરેલ મુખ્ય ચોગાન હોય છે. અને તે સ્થળે બજાર સમિતિની રચના કરવામાં આવેલ છે. જેથી ખેડુતો તેમનો માલ સીધો બજાર ચોગાનમાં લાવીને હરરાજી દ્વારા વેચી શકે અને તેના ઉત્પન્્નાના વ્યાજબી ભાવો તેમજ સાચો તોલ મેળવી શકે
.
સને ૨૦૦૦-૨૦૦૩ એટલે કે તા. ૩૦-૯-૨૦૦૨ ના અંતે ગુજરાત રાજ્યમાં કુલ ૨૦૦ બજાર સમિતિઓની રચના કરવામાં આવેલ છે. અને રાજ્યના સમગ્ર વિસ્તારને બજાર ધારા હેઠળ આવરી લેવાયેલ છે.
રાજ્યના આદિવાસી વિસ્તારમાં કુલ ૩૮ બજાર સમિતિઓની રચના કરવામાં આવેલ છે. જેના ૩૨ મુખ્યયાર્ડ તથા ૭૬ સબયાર્ડ મળી કુલ ૧૦૮ મંડી બજારો છે. વધુમાં આદીવાસી વિસ્તારમાં ૧૨૯ હાટ બજારો પણ આવેલા છે. |
| |
| બજાર સમિતિની રચના |
| બજાર ધારાની કલમ - ૧૧ અંતર્ગત દરેક બજાર સમિતિની નીચેના સભ્યોની બનશે. |
| (૧) |
આઠ ખેડુત સભ્ય |
| (૨) |
ચાર વેપારી સભ્ય |
| (૩) |
જો બજાર વિસ્તારમાં આવેલી અને સામાન્ય લાયસન્સ ધરાવતી સહકારી ખરીદ - વેચાણ મંડળીઓની સંખ્યા બે કરતા વધુ ન હોય ત્યારે એક પ્રતિનિધિ, જ્યારે બે થી વધારે હોય તો બે પ્રતિનિધિ. |
| (૪) |
સ્થાનિક સત્તા મંડળની હકુમતમાં મુખ્ય બજાર ચોગાન આવેલ હોય તેના એક નિયુક્ત સભ્ય. |
| (૫) |
સરકારશ્રીના બે નિયુક્ત સભ્ય. |
|
| |
| આ અંગે (૧) આઠ ખેડૂતો જેમને બજાર વિસ્તારમાં ખેતી અંગે ધિરાણ આપતી સહકારી મંડળીઓની વ્યવસ્થા સમિતિઓના સભ્યો દ્વારા ચુંટવામાં આવેલ છે. (૨) સામાન્ય લાયસન્સ ધરાવનાર વેપારીઓ પોતાનામાથી ચાર સભ્યોને ચુંટી કાઢે છે |