| ૧. |
દેશની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે. ગામડામાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે. ૧૯મી સદીમાં ખેડૂતોને ખેતી માટે પડતી નાણાંકિય જરૂરિયાત ગામના શેઠ શાહુકારો ઊંચા વ્યાજના દરે પુરી પાડતાં તે સંજોગોમાં ખેડૂત વ્યાજનું વ્યાજ અને ઉપરનું વ્યાજ ભરી આર્થિક રીતે પાયમાલ થઇ જતા હતા. ખેડૂતોને જોઇતા નાણાં સસ્તા વ્યાજે મળે અને સહેલાઇથી મળે તો જ ખેડૂતોને આર્થિક પ્રશ્ન ઉકેલાય તેમ હતો. તે માટે લેન્ડ ઇમ્પ્રુવમેન્ટ લોન્સ એક્ટ ૧૯૮૩ તથા ખેડૂતો માટે ધિરાણનો કાયદો ૧૮૮૪ ઘડી કાઢવામાં આવેલ છે. |
| ૨. |
ખેડૂતોને ખેતી માટે જોઇતા નાણાંની સગવડ સસ્તા વ્યાજના દરે ન્યાય અને સહેલાઇથી વ્યાજબી શરતોએ નાણાં મળે તોજ ખેડૂતોનો આર્થિક પ્રશ્ન ઉકેલાય તેમ હતો. તે માટે તે વખતની કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તે સમયે યુરોપમાં સર રેફ્રીજને ગ્રામ્ય શરાફ મંડળીઓ સહકારી ધોરણે શરૂ કરેલી. આથી સહકારી પદ્ધતિનો ઉપયોગ ભારતના ગ્રામ્ય વિસ્તારના આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે કરવાનો િવચાર તે વખતની મદ્રાસ સરકારે કર્યો અને સર ફેડ્રિક નિકોલ્સને યુરોપના પ્રવાસે મોકલ્યા. સર નિકોલ્સને ત્યાં ચાલતી ખેતી વિષયક પેઢીઓનો સાંગોપાંગ અભ્યાસ કરીને એક વિસ્તૃત અહેવાલ રજુ કર્યો. તે અહેવાલનો નિચોડ હતો, ‘‘રેફ્રીજન શોધી કાઢો’’ રેફ્રીજને રૂ કરેલી ગ્રામ્ય શરાફી મંડળીઓની જેમ સહકારી મંડળીઓ આ દેશમાં શરૂ કરવાથી ગ્રામ્ય િવસ્તારમાં સારી આર્થિક પ્રગતિ સાધી શકાશે તેવો સર નિકોલ્સનના અહેવાલને લક્ષમાં રાખીને ભારતના તે વખતના કેટલાક પ્રાન્તોમાં આ પ્રકારની સહકારી મંડળીઓ શરૂ કરવામાં આવી. આવી સહકારી મંડળીઓ રચવાના છૂટા છવાયા પ્રયાસોથી કંઈક ખાસ ફાયદો થયો નહીં. તેવો અભિપ્રાય તે વખતના વાઇસરોય લોર્ડ કર્જને આપ્યો. તેથી સમગ્ર દેશમાં આ યોજના તપાસી ક્યા ધોરણે કાયદો ઘડવો તેની તપાસ માટે સર અંડવર્ડ લો ને નિમવામાં આવ્યા. સર એડવર્ડ લોની તપાસ અને કરેલાં સૂચનોને ધ્યાને લઇ સને ૧૯૦૪માં સહકારી શરાફી મંડળીઓનો કાયદો પસાર કરવામાં આવ્યો. આ કાયદામાં સહકારી ધોરણે નાણાં ઊભાં કરી ધિરધાર કરવા ગ્રામ્ય શરાફી મંડળીઓ ઉભી કરવાની જોગવાઇ હતી. તેમજ શહેરી વિસ્તારો માટે અર્બન સહકારી મંડળીઓ ઊભી કરવાની જોગવાઇ હતીઃ આમ ભારતમાં સહકારી પ્રવૃત્તિની વિધિવત શરૂઆત સને ૧૯૦૪થી શરૂ થઇ. ભારત દેશમાં સહકારી પ્રવૃત્તિનો પાયો કાયદો પસાર કરી સરકાર તરફથી નાંખવામાં આવેલ છે. સને ૧૯૦૪નો સહકારી મંડળીઓનો કાયદો સમગ્ર દેશ માટે હતો. સાથે સાથ સ્થાનિક પરિસ્થિતિ અનુલક્ષીને રાજ્ય સરકારી-પ્રાંત સરકારોને કાયદામાં જરૂરી ફેરફાર કરવાની સત્તાઓ પણ આપવામાં આવેલ હતી. |
|