 |
| ગુજરાત બાગાયત..............સ્વપ્નને હકીકત માં બદલવું |
 |
| બાગાયત ખેતી ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષ માં ગુજરાત રાજ્ય એ નોંધપાત્ર પ્રગતિ હાસલ કરેલી છે, જે રાજ્ય સરકારના ગંભીર પ્રયાસોને પરિણામે છે. સને ૧૯૯૮-૯૯ બાગાયત ખેતીનો વિસ્તાર અને ઉત્પાદન અનુક્રમે 5.98 લાખ હેક્ટર (કુલ ખેતીનો 5% વિસ્તાર) અને 59.49 મે.ટન હતાં તેે અનુક્રમે ર૦૦૭-૦૮ માં વધીને અનુક્રમે ૧૨.૪૬ લાખ હે. અને ૧૪૪.૭૪ મે. ટન પર પહોંચેલ છે..રાજ્યમાં સહકારી મંડળી ક્ષેત્ર અને માર્કેટીંગનું માળખું સુવિક્સીત છે જેમાં 213 કોલ્ડ સ્ટોરેજ આવેલાં છે, જેની સંગ્રહ ક્ષમતા 9.50 લાખ મે. ટન છે અને 42 ફળો અને શાકભાજી ની વિતરણ મંડળીઓ અને 197 અન્ન ઉત્પાદન બજાર સમિતિઓ બાગાયત ખેતીના ખરીદ વેચાણ માટે હયાત છે. આ વ્યવસ્થા અતિસામાન્ય ખેડુતનું વચેટીયાઓ દ્વારા થતું શોષણ અટકાવે છે. |
 |
| ડીહાઇડ્રેટેડ ડુંગળી માટે અને ફળો-શાકભાજી ના ખેત ઉત્પાદન માટે નિકાસ ઝોન વિકસાવેલા છે કે જે રાજ્યમાં બાગાયત ખેતીના વિકાસ માટે કરોડરજ્જુ સમાન છે. રાજ્ય પાસે બાગાયત ખેતીના નિકાસ માટે પૂરતી ક્ષમતા છે. મુખ્ય ઉત્પાદનમાં તાજાં ફળો જેમાં કેરી (કેસર અને હાફુસ), ચીકુ , આંબળા અને ખારેકનો સમાવેશ થાય છે. શાકભાજી જેવાં કે ભીંડા, વાલોળ, ડુંગળી (તાજી તેમજ ફલેક્સ અને પાવડર), લસણ (પાવડર) નો સમાવેશ થાય છે. |
 |
| ફૂલોની ખેતીમાં મુખ્યત્વે રાજ્યમાં ગુલાબ (દેશી અને હાઇબ્રિડ), લીલી, હજારી ગલ, મોગરો, ગુલછડી વગેરે ઉગાડવામાં આવે છે. રાજ્યના ૯૭૩૯ હજાર હે. વિસ્તારમાં આ પાક ઉગાડવામાં આવે છે ગુલાબ, કાર્નેશન, જરબેરા જેવા ફૂલોની ખેતી રાજ્યના અમુક જિલ્લામાં હાઇટેક ગ્રીન હાઉસ ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે ઇસબગુલ, કુવારપાઠુ, ગુગળ, સફેદ મુશળી, અશ્વગંધા, કડુ કરિયાતું, કૌચા, કાલ મેઘ વગેરે રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. પરંતુ આ બધાનું સ્થાઈ નિશ્ચિત બજાર એ આ પાકોના વિકાસ માટે મોટો અવરોધ છે. ગમે તેમ પણ ઇસબગુલ આજે વિશ્વના બજારોમાં પહોંચી શક્યુ છે. |
 |
| ડિહાઇડ્રેટેડ શાકભાજી, પેક કરેલા શાકભાજી, કેરીનો રસ, તાજા ફળોનો રસ, અથાણાં, ચટણી અને કેચપ એ રાજ્યના પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનોમાં મુખ્ય છે ડુંગળી ડિહાઇડ્રેશન ઉદ્યોગ એ દેશનો સૌથી મોટો ઉદ્યોગ રાજ્યમાં છે અને દેશના કુલ ઉત્પાદનમાં 80 ટકામાં ફાળો ધરાવે છે જે લગભગ 1 લાખ ટન જેટલા ડુંગળી અને 1 લાખ ટન જેટલાં ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરે છે. જેમાંથી પ0 ટકાની નિકાસ થાય છે આશરે 0.10 લાખ ટન ઇસબગુલ પ્રોસેસ થાય છે અને જેની 0.06 લાખ ટન હસ્કની જુદા જુદા દેશોમાં નિકાસ થાય છે કેરી, કેળા, જામફળ, ચિકુ, પપૈયા, બટાકા, ડુંગળી, લસણ, જીરુ, વળીયારી અને ઇસબગુલ જેવા મુલ્ય વર્ધિત પાકો ઉપર ધ્યાન કેન્દ્રીત કરેલ છે. |
 |
 |
|