પ્રસ્તાવના
ગુજરાતમાં ખાંડ સહકારી મંડળીઓ
ભારતમાં ખાંડ ઉદ્યોગ એગ્રો ઉપર આધારિત સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ભારતીય અર્થશાસ્ત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને ભારતમાં ખાંડનું ઉત્પાદન વિશ્વમાં બીજા નંબરે છે.
 
૧૯૦ લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી ૪૦૦ જેટલી ખાંડની કંપનીઓ છે. ખાંડની આ કંપનીઓ (કારખાનાઓ) ભારતમાં ૧૮ જેટલાં રાજ્યોમાં આવેલી છે, તેમજ તેમાંની લગભગ ૬૦ ટકા સહકારી ક્ષેત્રની છે.
 
ગુજરાત રાજ્યમાં ૬૫,૦૦૦ની ઉત્પાદન ક્ષમતા ધરાવતા ૧૭ જેટલાં કારખાનાંઓ કાર્યરત છે. જોકે આપણા માટે એ પણ ગૌરવની વાત છે કે, આ ૧૭ જેટલાં કારખાનાંઓ સહકારી ક્ષેત્રના ધોરણના કારખાનાંઓ છે.
 
ગુજરાતમાં ખેતીલાયક ૯૩.૬૮ લાખ હેક્ટર જમીનમાંથી ૧.૬૧ લાખ હેક્ટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે.
 
૪ લાખ કરતાં પણ વધારે ખેડૂતોનો સહકારી ખાંડ મંડળીના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. ૨૦૦૪-૦૬ના વર્ષનું આ મંડળીનું કુલ ઉત્પાદન ૨૦૦૦ કરોડ કરતાં વધારે છે. શેરડી દબાવવાની સિઝન દરમિયાન આ મંડળી ૩.૧૫ લાખ કરતાં પણ વધારે યુવાનોને સીધી અથવા તો આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે.
 
છેલ્લાં પાંચ વર્ષમાં શેરડીના ઉત્પાદનની વિગતો નીચે પ્રમામે છે.
 
ક્રમ વર્ષ ઉત્પાદન (ટન / હેક્ટર) 
૨૦૦૧-૨૦૦૨ ૬૪.૦૭
૨૦૦૨-૨૦૦૩ ૬૯.૩૪
૨૦૦૩-૨૦૦૪ ૭૧.૮૨
૨૦૦૪-૨૦૦૫ ૭૧.૭૧
૨૦૦૫૦૨૦૦૬ ૭૩.૮૨
 
« Back