અમારા વિષે : પરિચય
અમારા વિશે જાણો
ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશનની સ્થાપના ધી બોમ્બે વેરહાઉસીંગ કોર્પોરેશન્સ એકટ, ૧૯૬ર હેઠળ તા. પ-૧ર-૧૯૬૦ નાં રોજ કરવામાં આવેલ છે.
અમો ગુજરાત ભરમાં વૈજ્ઞાનકિ ઢબે સંગ્રહની સુવિધા પુરી પાડીએ છીએ.
ટૂંકી વગતો
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ઘ્વારા વર્ષ ૧૯પ૦ માં રચવામાં આવેલ ઓલ ઈન્ડીયા રૂરલ ક્રેડીટ સરવે કમીટિએ તેમનાં વર્ષ ૧૯પ૪ નાં રીપોર્ટમાં ભલામણ કરેલ કે સંગ્રહ અંગે કોઈ માળખું ગોઠવવામાં આવે અથવા સરકારશ્રીનાં નેજા હેઠળનાં જાહેર સાહસ ઘ્વારા સંગ્રહની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, ઉપરાંત સંગ્રહની રિસીપ્ટ ઉપર ઔઘોગકિ ધિરાણ સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટેનાં તમામ પગલાં લેવાની ગોઠવણ કરવા ભલામણ કરેલ. કમીટિની ભલામણનાં અનુસંધાને પાર્લામેન્ટ ઘ્વારા એગ્રીકલ્ચરલ પ્રોડયુસ ( ડેવલપમેન્ટ એન્ડ વેરહાઉસીંગ ) એકટ, ૧૯પ૬ મંજુર કરવામાં આવ્યો, જે પાછળથી બદલાઈને ધી વેરહાઉસીંગ કોર્પોરેશન એકટ, ૧૯૬ર થયેલ છે.
બોમ્બે રાજયનાં ભાગલા બે રાજય જેવા કે મહારાષ્ટ્ર રાજય તથા ગુજરાત રાજય થતાં ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશન તા. પ-૧ર-૧૯૬૦ નાં રોજથી અસ્તિંત્વમા આવેલ છે.
« Back