પ્રસ્તાવના
નિગમ રાજય સરકાર મારફતે શેર ભંડોળ સમયે સમયે મેળવે છે. હાલનું રૂા. ૧૦.૦૦ કરોડનું શેર ભંડોળ છે મહામહિમ રાજયપાલશ્રી, ગુજરાત રાજય અને રાજયના વવધિ વિભાગ ના પ્રતિનિધિઓ નિગમના શેર હોલ્ડર છે.
સ્થાપનાના ઉદ્દેશો :
ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લી.નું સમગ્ર ગુજરાત રાજયએ કાર્યક્ષેત્ર છે. નિગમ નુ મુખ્ય કામ જળસ્ત્રાવ ધોરણે જમીન અને જળ સંરક્ષણના વિવિધ કાર્યક્રમો સમગ્ર રાજયમાં અમલમાં મૂકવા, જેથી કૃષિ ઉત્પાદન વધારી શકાય અને ગ્રામ્ય કક્ષાએ નવી રોજગારીની તકો ઉભી થઈ શકે. આ ઉપરાંત સમસ્યાગ્રસ્ત જમીનોની સુધારણા કરી ખેત ઉત્પાદનને લાયક બનાવી તથા વહી જતા વરસાદી પાણીને તેજ જગ્યાએ રોકી જમીન ધોવાણ અટકાવવું અને ભેજ સંગ્રહ તેમજ વરસાદી પાણીનો સંગ્રહ ભૂગર્ભ તળ સુધારવા તેમજ પિયતની વૈકલ્પીક વ્યવસ્થાની તકો ઉભી કરવી.

ઘ્યેય અને દૃષ્ટિ :

નિગમનો  ઉદ્દેશ રાજયમાં ખેડવાણ હેઠળની જમીનોને માવજત આપી ખેત ઉત્પાદન વધારવું, બીન ખેતી લાયક તેમજ સમસ્યાગ્રસ્ત જમીનોને નવસાઘ્ય કરી વધુ જમીનો ખેડવાણ હેઠળ લાવી ખેત અને ખેતી સંલગ્ન ઉત્પાદન વધારી ગ્રામ્ય કક્ષાએ રોજગારીની નવી તકો ઉભી કરવી અને પર્યાવરણની સમતુલા જાળવવી.

« Back